SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ | | શ્રી શાતાધર્મકથા સૂત્ર ઉપસર્ગોથી નિર્ભય બની, શાશ્વત, અચલ અને પરમપદ રૂપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મસાધના નિર્વિઘ્ન બનો. આ પ્રમાણે કહીને તેઓ પુનઃ પુનઃ મંગલમય જય-જયકાર કરવા લાગ્યા. ११२ तए णं से मेहे कुमारे रायगिहस्स णगरस्स मज्झमझेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव गुणसीलए चेइए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता पुरिससहस्सवाहिणीओ सीयाओ पच्चोरुहइ । ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમાર રાજગૃહની મધ્યેથી નીકળીને ગુણશીલ ઉદ્યાનમાં આવીને સહસપુરુષ વાહિની પાલખી ઉપરથી નીચે ઉતર્યા. ११३ तएणं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो मेहं कुमारं पुरओ कटटु जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति, करित्ता वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- एस णं देवाणुप्पिया! मेहे कुमारे अम्हं एगे पुत्ते इढे कंते जावजीवियऊसासए हिययणंदिजणए उंबरपुप्फमिव दुल्लहे सवणयाए, किमंग पुण दरिसणयाए? से जहाणामए उप्पलेइ वा पउमेइ वा कुमुदेइ वा पंके जाए जले संवड्डिए णोवलिप्पइ पंकरएणं णोवलिप्पइ जलरएणं, एवामेव मेहे कुमारे कामेसु जाए, भोगेसु संवुड्ढे णोवलिप्पइ कामरएणं, णोवलिप्पइ भोगरएणं । एस णं देवाणुप्पिया ! संसारभउव्विग्गे भीए जम्मजरमरणाणं, इच्छइ देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अम्हे णं देवाणुप्पियाणं सिस्सभिक्खं दलयामो । पडिच्छंतु णं देवाणुप्पिया ! सिस्सभिक्खं। ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારના માતા-પિતા મેઘકુમારને આગળ કરીને શ્રમણ ભગવાન મહાવીર પાસે આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કરીને, ભગવાનને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમારો એકનો એક પુત્ર છે. તે અમને ઇષ્ટ છે, પ્રિય છે યાવત જીવનના ઉચ્છવાસરૂપ છે અર્થાત્ તે અમારા પ્રાણોનો આધાર છે, હૃદયને આનંદ પમાડનાર છે, ઉદુબરપુષ્પની જેમ તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે, તો તેના દર્શનની તો વાત જ શું કરવી? જેમ નીલકમલો, સુર્યવિકાસી પાકમળો, ચંદ્રવિકાસી કુમુદો, કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, છતાં કાદવથી કે જલકણોથી લેવાતા નથી. તે જ રીતે મેઘકુમાર કામભોગથી ઉત્પન્ન થયા અને ભોગોમાં વૃદ્ધિ પામ્યા છે, તોપણ તે કામરજથી કે ભોગરજથી લેપાયા નથી. હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છે અને જન્મ-જરા-મરણથી ભયભીત થયા છે. તે આપ દેવાનુપ્રિયની પાસે ગૃહત્યાગ કરીને, મુંડિત થઈને સાધુત્વની પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. અમે આપ દેવાનુપ્રિયને શિષ્યરૂપ ભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપ્રિય આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરો. ११४ तए णं से समणे भगवं महावीरे मेहस्स कुमारस्स अम्मापिऊहिं एवं वुत्ते समाणे एयमटुं सम्म पडिसुणेइ । तए णं से मेहे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतियाओ उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ।
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy