________________
| અધ્ય—૧: મેઘકુમાર,
[
પ
]
ત્યારપછી શ્રેણિકરાજાના કર્મચારી પુરુષો દ્વારા બોલાવાયેલા તે એક હજાર શ્રેષ્ઠ તરુણ સેવક પુરુષો હૃષ્ટ-તુષ્ટ થયા. તેઓએ સ્નાન કર્યું યાવત એક સરખા આભૂષણ પહેરીને તથા એક સમાન પોષાક પહેરીને શ્રેણિક રાજા સમીપે આવીને શ્રેણિકરાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અમારે જે કરવાનું હોય તે કાર્ય માટે આજ્ઞા આપો. ११० तएणंसेसेणिएराया तंकोडुंबियवरतरुणसहस्संएवं वयासी- गच्छह णंदेवाणुप्पिया! मेहस्स कुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं परिवहेह । तएणं ते कोडुबियवर- तरुणसहस्से सेणिएणं रण्णा एवं वुत्तं संतं हटुं तुटुं तस्स मेहस्स कुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं परिवहइ। ભાવાર્થ:- ત્યારે શ્રેણિક રાજાએ તે એક હજાર ઉત્તમ તરુણ કર્મચારી પુરુષોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય મેઘકુમારની શિબિકાનું વહન કરો. ત્યારપછી તે ઉત્તમ તરુણ હજાર કર્મચારી પુરુષો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થઈને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય મેઘકુમારની શિબિકાને વહન કરવા લાગ્યા. १११ तए णं तस्स मेहस्स कुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं दुरूढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा तप्पढमयाए पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तं जहा- सोत्थियसिरिवच्छ णंदियावक्तवद्धमाणग-भद्दासणकलसमच्छदप्पणया जावबहवे अत्थत्थिया जावताहिं इट्ठाहिं जाव अणवरयं अभिणंदंता य एवं वयासी
जय जय णंदा ! जय जय भद्दा ! जयणंदा ! भदं ते, अजियाई जिणाहि इंदियाई, जियं च पालेहि समणधम्मं, जियविग्घोऽवि य वसाहि तं देव ! सिद्धिमझे, णिहणाहि रागद्दोसमल्ले तवेणं धिङ्धणियबद्धकच्छे, महाहि य अट्ठकम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणं अप्पमत्तो, पावय वितिमिरमणुत्तरं केवलं णाणं, गच्छ य मोक्खं परमपयं सासयं च अयलं, हंता परीसहचमूणं, अभीओ परीसहोवसग्गाणं, धम्मे ते अविग्धं भवउ त्ति कटु पुणो पुणो मंगलजयजयसई पउंजंति । ભાવાર્થ:- ત્યારપછી હજાર પુરુષો દ્વારા વહન કરાતી શિબિકા પર મેઘકુમાર આરૂઢ થયા ત્યારે તેની આગળ અનુક્રમથી સર્વ પ્રથમ અષ્ટમંગળ સ્થાપિત કરવામાં આવ્યા. તે અષ્ટ મંગલના નામ આ પ્રમાણે છે– (૧) સ્વસ્તિક, (૨) શ્રી વત્સ, (૩) નંદાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કલશ, (૭) મત્સ્ય અને (૮) દર્પણ. તે સમયે ઘણા મોક્ષાર્થી ઉત્સાહી લોકો ઇષ્ટ, પ્રિય, મધુર વાણીથી અભિનંદન કરતાં કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે નંદ ! જય હો, જય હો; હે ભદ્ર ! જય હો, જય હો; હે જગતને આનંદ આપનારા ! તમારું કલ્યાણ થાઓ. તમે નહીં જીતેલી પાંચ ઇન્દ્રિયોને જીતો અને જીતેલા પ્રાપ્ત કરેલા સાધુધર્મનું પાલન કરો. હે દેવ ! વિનોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. ધૈર્યપૂર્વક કમ્મર કસી તપ દ્વારા રાગદ્વેષ રૂપી મલ્લોનું હનન કરો. પ્રમાદ રહિત થઈને ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. અજ્ઞાન અંધકારથી રહિત સર્વોત્તમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો, પરીષહરૂપી સેનાનું હનન કરીને, પરીષહો અને