________________
| ४ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कुसलाओ सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स उभओ पासंणाणामणि-कणग-रयणमहरिहतवणिज्जुज्जलविचित्तदंडाओ चिल्लियाओ सुहुमवरदीहवालाओ संख-कुंददगरय अमय महियफेणपुंजसण्णिगासाओ चामराओ गहाय सलील ओहारेमाणीओ-ओहारेमाणीओ चिट्ठति । ભાવાર્થ:- ત્યારપછી શૃંગારના આગાર સમાન, શ્રેષ્ઠ વેશવાળી યાવતું સમયોચિત વ્યવહાર કરવામાં કુશળ બે શ્રેષ્ઠ તરુણીઓ શિબિકા ઉપર આરૂઢ થઈને મેઘકુમારની બંને બાજુએ, વિવિધ પ્રકારના મણિ-સુવર્ણ રત્ન અને બહુમૂલ્યવાન તપનીય રક્ત સુવર્ણ)મય ઉજ્જવલ અને વિવિધ પ્રકારે શોભતી દાંડીવાળા, ચમકતા, પાતળા, ઉત્તમ અને લાંબાવાળોવાળા શંખ, કુંદપુષ્પ, જલકણ, રજત અને મંથન કરવાથી ઉત્પન્ન અમૃતના ફીણના સમૂહ સરખા શ્વેતવર્ણવાળા બે ચામર લઈને લીલાપૂર્વક ધારણ કરતી(વીંઝતી વીંઝતી) ઊભી રહી. १०७ तए णं तस्स मेहकुमारस्स एगा वरतरुणी सिंगारागारचारुवेसा जावकुसला सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स पुरओ पुरत्थिमे णं चंदप्पभवइस्-वेरुलियविमलदंडं तालियंट गहाय चिट्ठइ। ભાવાર્થ:- ત્યારપછી શૃંગારના આગારરૂપ યાવત સમયોચિતકાર્ય કરવામાં કુશલ એક ઉત્તમ તરુણી થાવત શિબિકા ઉપર આરૂઢ થઈને મેઘકુમારની પાસે પૂર્વદિશાની સન્મુખ ચંદ્રકાંત મણિ, વજરત્ન અને વિડૂર્યમય નિર્મલ દાંડીવાળા પંખાને ગ્રહણ કરીને ઊભી રહી. १०८ तए णं तस्स मेहस्स कुमारस्स एगा वरतरुणी जावसुरूवा सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स पुव्वदक्खिणे णं सेयं रययामयं विमलसलिलपुण्णं मत्तगयमहामुहाकिइ समाणं भिंगारं गहाय चिट्ठइ। ભાવાર્થ :- ત્યારપછી એક સુંદર રૂપવાળી ઉત્તમ તરુણી શિબિકા પર આરૂઢ થઈને મેઘકુમારની પૂર્વ-દક્ષિણ (અગ્નિ કોણ)માં શ્વેત, રજતમય નિર્મલ જલથી પરિપૂર્ણ, મદોન્મત હાથીના મોટા મુખની સમાન આકૃતિ- વાળી ઝારીને ગ્રહણ કરીને ઊભી રહી. १०९ तए णं तस्स मेहस्स कुमारस्स पिया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !सरिसयाणंसरिसत्तयाणंसरिसव्वयाणंएगाभरणगहिय णिज्जोयाणं कोडुंबियवरतरुणाणं सहस्स सद्दावेह जाव सदावेति । ____तए णं कोडंबियवरतरुणपुरिसा सेणियस्स रण्णो कोडुंबियपुरिसेहिं सदाविया समाणा हट्टतट्ट हाया जाव एगाभरणगहियणिज्जोया जेणामेव सेणिए राया तेणामेव उवागच्छति, उवागच्छित्ता सेणिय राय एवं वयासी- संदिसह णं देवाणुप्पिया ! जणं अम्हेहिं करणिज्जा ભાવાર્થ-ત્યારપછી મેઘકુમારના પિતાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીઘ્રતાથી એકસમાન, એક સરખી ત્વચા(કાન્તિ)વાળા, એક સરખી ઉંમરવાળા તથા એકસરખા આભૂષણોથી યુક્ત, એક સમાનવેશ ધારણ કરનાર એક હજાર ઉત્તમ તરુણ કર્મચારી પુરુષોને બોલાવો થાવત તેઓએ એક હજાર પુરુષોને બોલાવ્યા.