________________
અધ્ય–૧: મેષકુમાર
ભાવાર્થ - ત્યારપછી શ્રેણિક રાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે શીધ્ર(એક શિબિકા તૈયાર કરો જે) અનેક સેંકડો સ્તંભો પર સ્થિત, ક્રીડા કરતી પુતળીઓથી યુક્ત, ઈહામૃગ–વરુ, વૃષભ, ઘોડા, નર, મગર, વિહગ, સર્પ, કિન્નર, કસ્તૂરીમૃગ, સરભ–અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પદ્મલતા વગેરેના અનેક ચિત્રોથી ચિત્રિત, અનેક ઘંટડીઓના મધુર અને મનોહર શબ્દોથી શબ્દાયમાન, શુભ, કાંત અને દર્શનીય, કુશલ કારીગરો દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિઓ અને રત્નોની ઘૂઘરીઓના સમૂહથી વ્યાપ્ત, ઉન્નત, વજમયી વેદિકાથી યુક્ત હોવાના કારણે મનોહર, યંત્ર દ્વારા ચાલતા વિધાધર–યુગલોથી (પૂતળાઓથી) શોભિત, તેમાં જડેલા રત્નો રૂપી સૂર્યના હજાર કિરણોથી શોભિત, હજારો સુંદર ચિત્રોથી ચિત્રિત, દેદીપ્યમાન, અતિશય દેદીપ્યમાન, જોતાં આંખોની તૃપ્તિ ન થાય તેવી, સુખદ સ્પર્શવાળી, શોભાયુક્ત, શીધ્ર, ત્વરિત, ચપલ અને વેગવાળી (શીવ્રતાપૂર્વક લઈ જવાય તેવી), એક હજાર પુરુષો દ્વારા વહન કરાતી હોય, તેવી શિબિકા હાજર કરો. १०३ तए णं ते कोडुंबियपुरिसा हट्टतुट्ठा जावसीयं उवट्ठति । तए णं से मेहे कुमारे सीयं दुरुहइ, दुरुहित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ - ત્યારે તે કર્મચારી પુરુષોએ હૃષ્ટતુષ્ટ થઈને યાવતુ શિબિકા(પાલખી) ઉપસ્થિત કરી. ત્યારપછી મેઘકુમાર શિબિકા ઉપર આરૂઢ થયા અને સિંહાસન પાસે પહોંચીને પૂર્વદિશા તરફ મુખ રાખીને બેઠા. १०४ तए णं तस्स मेहस्स कुमारस्स माया ण्हाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा सीय दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स दाहिण पासे भदासणंसि णिसीयइ । तए णं मेहस्स कुमारस्स अंबधाई रयहरणं च पडिग्गहं च गहाय सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स वामे पासे भद्दासणंसि णिसीयइ । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારની માતાએ સ્નાન કર્યું કાવત્ અલ્પ ભારવાળા અને બહુમૂલ્ય આભરણોથી શરીરને અલંકૃત કરીને તે શિબિકા ઉપર આરૂઢ થઈને મેઘકુમારની જમણી બાજુના ભદ્રાસન ઉપર બેઠા. ત્યારપછી મેઘકુમારની ધાયમાતા રજોહરણ અને પાત્રા લઈ શિબિકા પર આરૂઢ થઈને મેઘકુમારની ડાબી બાજુના ભદ્રાસન પર બેઠી. १०५ तए णं तस्स मेहस्स कुमारस्स पिट्ठओ एगा वरतरुणी सिंगारागारचारुवेसा संगय- गय-हसिय-भणिय-चेट्ठिय-विलास-संलावुल्लाव-णिउणजुत्तोवयारकुसला आमेलगजमलजुयल वट्टिय-अब्भुण्णयपीणरइयसंठियपओहरा हिमरययकुंदेंदुपगासं सकोरंटमल्लदामं धवलं आयवत्तं गहाय सलील ओहारेमाणी-ओहारेमाणी चिट्ठइ । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારની પાછળ શૃંગારના આગારરૂપ, મનોહર વેશવાળી, સુંદરગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલાપ(પરસ્પર વાર્તાલાપ), ઉલ્લાપ(વર્ણન) કરવામાં કુશલ, સમયોચિત કાર્ય કરવામાં કુશળ, પરસ્પર મળેલા, સમશ્રેણીમાં સ્થિત, ગોળ, ઉન્નત, પુષ્ટ, રતિ સુખ આપનારા અને ઉત્તમ આકારના સ્તનોવાળી એક ઉત્તમ તરુણી, કોરંટના પુષ્પોની માળાથી યુક્ત; બરફ, ચાંદી, કંદપુષ્પ અને ચંદ્રમાની સમાન શ્વેત વર્ણવાળા છત્રને હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી ઊભી રહી. १०६ तए णं तस्स मेहस्स कुमारस्स दुवे वरतरुणीओ सिंगारागारचारुवेसाओ जाव