SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ | २ | શ્રી શાતાધર્મકથા સૂત્ર गंधकासाइयाए गायाइं लूहॅति, लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिपति, अणुलिंपित्ता णासा-णीसासवायवोज्झं जाव हंसलक्खणं पडगसाडगं णियंसेंति, हारं पिणटुंति, अद्धहारं पिणद्धेति, एवं एगावलिं मुत्तावलिं कणगावलिं रयणावलिं पालंब पायपलंबंकडगाइं तुडियाइं केऊराई अंगयाइंदसमुद्दियाणंतयं कडिसुत्तयं कुंडलाइंचूडामणिं रयणुक्कडंमउड पिणद्धेति, पिणद्धित्ता [दिव्वंसुमणदामंपिणद्धेति, पिणद्धित्ता ददुरमलयसुगंधिए गंधे पिणद्धति तएणं तं मेहं कुमारं ] गठिमवेढिमपूरिमसंघाइमेणं चउव्विहेणं मल्लेण कप्परुक्खगं पिव अलंकियाविभूसियं करेंति । ભાવાર્થ-ત્યારપછી મેઘકુમારના માતા-પિતાએ ઉત્તરાભિમુખસિંહાસન રખાવ્યું. તેના ઉપર મેઘકુમારને બેસાડીને બે-ત્રણ વાર ચાંદી અને સોનાના પાણીના ભરેલા કળશોથી સ્નાન કરાવ્યું અને રૂંછડાંવાળા અત્યંત કોમળ, સુગંધિત, લાલ રંગના ટુવાલથી તેનું અંગ લૂછ્યું. ત્યાર પછી સરસ ગોશીર્ષ ચંદનનો શરીર ઉપર લેપ કર્યો. ત્યારપછી નાકના શ્વાસથી પણ કંપિત થઈ જાય તેવા બારીક યાવત્ હંસ જેવા શ્વેત વસ્ત્રો પહેરાવ્યા. ગળામાં અઢારસરો હાર તથા નવસરો અર્ધ હાર પહેરાવ્યા, તત્પશ્ચાત્ એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પ્રાલંબ(કંઠી), પાદ પ્રલંબ–પગ સુધી લટકતું આભૂષણ, હાથમાં કડા, બાહુ ઉપર ત્રુટિત–ભૂજાનું આભૂષણ, બેરખા, અંગદ–બાજુબંધ, દસે આંગળીઓમાં દસ મુદ્રિકાઓ, કમ્મરમાં કંદોરો, કાને કુંડલ, મસ્તકે ચૂડામણિ તથા રત્નજડિત મુકુટ પહેરાવ્યો. આ સર્વ અલંકારો પહેરાવીને દિવ્ય પુષ્પમાળા પહેરાવી, દર મલય(સુગંધી તેલ) લગાડયું અને ત્યાર પછી મેઘકુમારને સુતરથી ગૂંથેલી, પુષ્પાદિથી વેષ્ટિત, વાંસની સળીઓથી પ્રેરિત તથા અન્ય વસ્તુઓના યોગથી બનાવેલી, એવી ચાર પ્રકારની માળાઓથી કલ્પવૃક્ષની સમાન(મેઘકુમારને) અલંકૃત અને વિભૂષિત કર્યા. विवेयन : પ્રસ્તુત સૂત્રોમાં મેઘકુમારની દીક્ષાની પૂર્વ તૈયારીનું વર્ણન છે. दिव्वं सुमणदामं..:-मापा भाटे शातासूत्रनी प्रतीमा भिन्नता वा भणे छ. श्री भगवतीसूत्र શતક–૯, ઉદ્દેશક–૩પ તથા આચારાંગસૂત્ર અધ્યયન-૧૫ના દીક્ષા વિષયક વર્ણનના મૂળ પાઠમાં આ શબ્દો નથી. માટે પ્રસ્તુતમાં તે પાઠ અને તેના ભાવાર્થને કૌંસમાં રાખ્યો છે. મેઘકુમારનું દીક્ષા માટે પ્રયાણ - १०२ तएणं से सेणिए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! अणेगखंभसयसण्णिविटुं लीलट्ठियं-सालभंजियागं ईहामिय-उसभ-तुरगनस्मगरविहग-वालगकिण्णस्रुरुसरभचमरकुंजर-वणलयपउमलय-भत्तिचित्तं घंटावलि महुस्मणहरसरंसुभकंतदरिसणिज्जणिउणोवचियमिसिमिसेंतमणिरयणघंटियाजालपरिक्खित्तं अब्भुग्गय वइरवेइया-परिगयाभिरामं विज्जाहरजमल-जंतजुत्तं पिव अच्चीसहस्समालणीयं रूवगसहस्स कलियं भिसमाणं भिब्भिसमाणं चक्खुल्लोयणलेस्सं सुहफासं सस्सिरीयरूवं सिग्धं तुरियं चवलं वेइयं पुरिस- सहस्सवाहिणीय सीयं उवट्ठवेह ।
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy