________________
]
અધ્ય–૧: મેષકુમાર
[ सुरभिणा गंधोदएणं णिक्के हत्थपाए पक्खालेहि, सेयाए चउप्फालाए पोत्तीए मुहं बंधित्ता मेहस्स कुमारस्स चउरंगुलवज्जे णिक्खमणपाउग्गे अग्गकेसे कप्पेहि । ભાવાર્થ - ત્યારપછી કર્મચારી પુરુષો દ્વારા બોલાવાયેલો તે હજામ હૃષ્ટતુષ્ટ થયો યાવતુ આનંદિત હૃદયવાળો થયો, તેણે સ્નાન કર્યું કાવત્ શરીરને વિભૂષિત કરીને, શ્રેણિકરાજા પાસે આવીને, બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મારે જે કરવાનું હોય તેની આજ્ઞા આપો.
ત્યારે શ્રેણિક રાજાએ હજામને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે જાઓ, સુગંધી પાણીથી હાથપગને ધોઈ એકદમ સ્વચ્છ કરી, ચાર ઘડીવાળા અર્થાત્ આઠ પડવાળા વસ્ત્રથી મુખને બાંધીને મેઘકુમારના વાળ દીક્ષાને યોગ્ય ચાર અંગુલ પ્રમાણ રાખીને ઉપરના વાળ કાપી નાંખો. ९९ तए णं से कासवए सेणिएणं रण्णा एवं वुत्ते समाणे हद्वतुट्ठ जाव पडिसुणेइ, पडिसुणेत्ता सुरभिणा गंधोदएणं हत्थपाए पक्खालेइ, पक्खालित्ता सुद्धवत्थेणं मुहं बंधइ, बंधित्ता परेणं जत्तेणं मेहस्स कुमारस्स चउरंगुलवज्जे णिक्खमणपाउग्गे अग्गकेसे कप्पइ । ભાવાર્થ:- શ્રેણિક રાજાએ જ્યારે હજામને આ પ્રમાણે કહ્યું ત્યારે તે હૃષ્ટ-તુષ્ટ થયો યાવતુ શ્રેણિક રાજાના આદેશનો સ્વીકાર કરીને, સુગંધિત ગંધોદકથી હાથ-પગ ધોઈને, શુદ્ધ વસ્ત્રથી મુખ બાંધીને, ઘણી સાવધાનીથી મેઘકુમારના વાળ ચાર આંગુલ છોડીને દીક્ષાને યોગ્ય કાપ્યા. १०० तएणं तस्स मेहस्सकुमारस्स माया महरिहेणं हंसलक्खणेणं पडसाडएणं अग्गकेसे पडिच्छइ, पडिच्छित्ता सुरभिणा गंधोदएणं पक्खालेइ, पक्खालित्ता सरसेणं गोसीसचंदणेणं चच्चाओ दलयइ, दलइत्ता सुद्धणं वत्थेणं बंधेइ, बंधित्ता रयणसमुग्गयंसि पक्खिवइ मंजूसाए पक्खिवइ, पक्खिवित्ता हास्वारिधारसिंदुवारछिण्णमुत्तावलिपगासाई अंसूईविणिम्मुयमाणीविणिम्मुयमाणी, रोयमाणी-रोयमाणी, कंदमाणी-कंदमाणी, विलवमाणी-विलव माणी, एवं वयासी- एस णं अम्हं मेहस्स कुमारस्स अब्भुदएसु य उस्सवेसु य पसवेसु य तिहीसु य छणेसु य जण्णेसु य पव्वणीसु य अपच्छिमे दरिसणे भविस्सइ ति कटु उस्सीसमूले ठवेइ। ભાવાર્થ - તે સમયે મેઘકુમારની માતાએ તે અગ્ર કેશોને બહુમૂલ્ય અને હંસના ચિત્રવાળા ઉજ્જવલ વસ્ત્રમાં ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને તેને સુગંધિત ગંધોદકથી ધોયા, પછી તેના ઉપર સરસ ગોશીર્ષ ચંદન છાંટી, શુદ્ધ વસ્ત્રમાં બાંધી, રત્નની ડબ્બીમાં મૂકી અને તે ડબ્બીને મંજૂષા(પેટી)માં રાખી દીધી. ત્યાર પછી ધારિણીદેવી સ્ફટિક હાર, પાણીની ધાર, નિર્ગુડીના ફૂલ અને તૂટેલી મોતીઓની માળા સમાન અશ્રુધારાને વહાવતી, રોતી-રોતી, આજંદન કરતી-કરતી અને વિલાપ કરતી-કરતી આ પ્રમાણે કહેવા લાગીમેઘકુમારના આ કેશોનું દર્શન રાજ્યપ્રાપ્તિ વગેરે અભ્યદયના અવસરે, ઉત્સવના અવસરે, પ્રસવ(પુત્ર જન્મ વગેરે)ના અવસરે, શુભ તિથિઓના અવસરે, ઇન્દ્ર મહોત્સવ આદિના અવસરે, નાગપૂજા આદિના અવસરે તથા કાર્તિકી વગેરે પર્વોના અવસરે અમને અંતિમ દર્શનરૂપ થશે. આ પ્રમાણે કહીને ધારિણીએ તે પેટીને પોતાના ઓશીકાની નીચે મૂકી દીધી. १०१ तए णं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो उत्तरावक्कमणं सीहासणं रयाति। मेहं कुमारं दोच्चं पितच्चं पिसेयापीएहिं कलसेहिं ण्हावेति, ण्हावेत्ता पम्हलसुकुमालाए