________________
[
0 ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
હે નંદ! તમારો જય હો—જય હો, હે ભદ્ર તમારો જય હોજય હો, હે નંદ! તમારું ભદ્ર-કલ્યાણ હો. તમે ન જીતેલાને જીતો અને જીતેલાનું પાલન કરો, જીતેલાઓની મધ્યમાં નિવાસ કરો. હે નંદ ! તમે દેવોમાં ઇન્દ્ર સમાન યાવત મનુષ્યોમાં ભરત ચક્રવર્તીની સમાન રાજગૃહ નગર તથા બીજા ઘણા ગામ, આકર, નગર આદિનું આધિપત્ય કરતાં યાવત સુખપૂર્વક રહો; એ પ્રમાણે કહીને શ્રેણિક રાજાએ તેનો જય-જયકાર કર્યો. ત્યારપછી મેઘકુમાર મેઘરાજા થઈ ગયા અને પર્વતોમાં મર્યાદા કરનાર મહાહિમવંત પર્વતની જેમ યાવત્ રાજ્ય સંચાલન કરનાર થયા. ९६ तएणं तस्स मेहस्स रण्णो अम्मापियरो एवं वयासी-भण जाया ! किं दलयामो? किं पयच्छामो? किं वा ते हिय इच्छिए सामत्थे(मते)? तए णं से मेहे राया अम्मापियरं एवं वयासी- इच्छामि णं अम्मयाओ ! कुत्तियावणाओ रयहरणं पडिग्गहं च आणियं, कासवगं च सदावियं । ભાવાર્થ:- ત્યારપછી તે મેઘરાજાને માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! બોલો, અમે તમને પ્રિય એવું શું આપીએ? તમને શું સહયોગ-સહકાર આપીએ? આપના હૃદયનો ઇષ્ટ વિચાર શું છે?
ત્યારે મેઘરાજાએ માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા! હું ઇચ્છું છું કે કૃત્રિકાપણમાંથી (જેમાં સર્વ સ્થાનની બધી વસ્તુઓ મળે તેવી અલૌકિક દેવાધિષ્ઠિત દુકાનમાંથી) રજોહરણ અને પાત્ર મંગાવી આપો અને વાણંદને બોલાવી આપો. ९७ तएणं से सेणिए राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छह णं तुब्भेदेवाणुप्पिया !सिरिघराओ तिण्णिसयसहस्साइंगहायदोहिंसयसहस्सेहिंकुत्तियावणाओ रयहरण पडिग्गहगं च उवणेह, सयसहस्सेणं कासवगं सद्दावेह ।
तएणंते कोडुबियपुरिसा सेणिएणंरण्णा एवं वुत्ता समाणा हद्वतुट्ठा जाव सिरिघराओ तिण्णि सयसहस्साई गहाय कुत्तियावणाओ दोहिं सयसहस्सेहिं रयहरणं पडिग्गहगं च उवणेति, सयसहस्सेणं कासवगं सद्दावेति । ભાવાર્થ - ત્યારપછી શ્રેણિકરાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે ખજાનામાંથી ત્રણ લાખ સુવર્ણમહોર લઈને જાઓ, બે લાખ સુવણે મહોર વડે કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્રા લઈ આવો અને એક લાખ સુવર્ણ મહોર આપીને હજામને બોલાવી લાવો.
શ્રેણિક રાજાએ આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે કર્મચારી પુરુષો હૃષ્ટ-તુષ્ટ થયા યાવત ભંડારમાંથી ત્રણ લાખ સોનામહોરો ગ્રહણ કરીને કૃત્રિકાપણમાંથી બે લાખ સોનામહોરના રજોહરણ અને પાત્રા લઈ આવ્યા અને એક લાખ સોનામહોર આપી હજામને બોલાવ્યો. ९८ तएणं से कासवए तेहिं कोडुंबियपुरिसेहिं सद्दाविए समाणे हटे जावहियए, हाए जाव अलंकियसरीरे; जेणेव सेणिए राया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सेणियं रायं करयल जाव एवं वयासी- संदिसह णं देवाणुप्पिया ! जं मए करणिज्जं ।
तए णं से सेणिए राया कासवयं एवं वयासी- गच्छाहि णं तुम देवाणुप्पिया!