________________
અધ્ય–૧: મેવકુમાર
,
| ५८
कुमारं एवं वयासी- इच्छामो ताव जाया ! एगदिवसमवि ते रायसिरिं पासित्तए । तए णं से मेहे कुमारे अम्मापियरमणुवत्तमाणे तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ- જ્યારે માતા-પિતા મેઘકુમારને વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ ઘણી આગાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપનાથી સમજાવવામાં, બોધ પમાડવામાં, સંબોધન કરવામાં અને વિજ્ઞપ્તિ કરવામાં સમર્થ ન થયા ત્યારે ઇચ્છા વિના પણ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! અમે એક દિવસની તારી રાજ્યલક્ષ્મી જોવા ઇચ્છીએ છીએ. ત્યારે મેઘકુમાર માતા-પિતાની ઇચ્છાને અનુસરતા મૌન રહ્યા. ९४ तएणं सेणिए राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! मेहस्स कुमारस्स महत्थं महग्धं महरिहं विउलं रायाभिसेयं उवट्ठवेह । तए णं ते कोडुंबियपुरिसा जाव उवट्ठवेति । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર મેઘકુમારના મહાન અર્થવાળા, બહુમૂલ્ય, મહાનપુરુષોને યોગ્ય અને વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવત્ રાજ્યાભિષેકની બધી સામગ્રી તૈયાર કરી. ९५ तए णं सेणिए राया बहूहिं गणणायगेहि य जाव संपरिवुडे मेहं कुमारं अट्ठसएणं सोवण्णियाणं कलसाणं एवं- रुप्पमयाणं कलसाणं, सुवण्ण-रुप्पमयाणं कलसाणं, मणिमयाणंकलसाणं, सुवण्णमणिमयाणं कलसाणं,रुप्पमणिमयाणंकलसाणं, सुवण्णरुप्प मणिमयाणं कलसाणं, भोमेज्जाणं कलसाणं; सव्वोदएहिं, सव्वमट्टियाहिं, सव्वपुप्फेहि, सव्वगंधेहिं, सव्वमल्लेहिं, सव्वोसहीहि य, सिद्धत्थएहि य; सव्विड्डीए सव्वजुईए सव्वबलेणं जावदुंदुभिणिग्घोसणाइयरवेणं महया-महया रायाभिसेएणं अभिसिंचइ, अभिसिंचित्ता करयल जाव अंजलि कटु एवं वयासी- जय जय णंदा ! जय जय भद्दा ! जय जय गंदा भदं ते; अजियं जिणाहि, जियं पालयाहि, जियमज्झे वसाहि; इंदो इव देवाणं जावभरहो इव मणुयाणं रायगिहस्स णयरस्स अण्णेसिं च बहूणं गामागरणगर जाव संणिवेसाणं आहेवच्चं जाव विहराहि त्ति कटु 'जय जय', सई पउंति । तएणं से मेहे राया जाए महया हिमवंत जाव रज्जं पसासेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિકરાજાએ, ઘણા ગણનાયકો વગેરેથી પરિવૃત્ત થઈને મેઘકુમારને, એકસો આઠ સુવર્ણ કળશો, એકસો આઠ ચાંદીના કળશો, એક સો આઠમણિના કળશો, એકસો આઠ સુવર્ણરજતના કળશો, એક સો આઠ સુવર્ણ મણિના કળશો, એકસો આઠ રજત-મણિના કળશો, એકસો આઠ સુવર્ણરજત-મણિના કળશો અને એકસો આઠ માટીના કળશોને(આ રીતે આઠસો ચોસઠ કળશોમાં) સર્વ પ્રકારના જલથી, સર્વ પ્રકારની માટીથી, સર્વ પ્રકારના પુષ્પોથી, સર્વ પ્રકારના સુગંધી પદાર્થોથી, સર્વ પ્રકારની માળાઓથી, સર્વ પ્રકારની ઔષધિઓથી તથા સરસવથી પરિપૂર્ણ કરીને, સર્વ સમૃદ્ધિ, સર્વ ધુતિ તથા સર્વ સૈન્યની સાથે યાવત દંદુભિના નિર્દોષથી દિશાઓને શબ્દાયમાન કરતાં મહા રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યા; અભિષેક કરીને શ્રેણિક રાજાએ બંને હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું–