________________
[ ૧૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
તે લોઢાના ચણા ચાવવા જેવું છે. વિષય સુખથી રહિત હોવાથી રેતીના કોળિયા સમાન નીરસ છે, તેનું પાલન ગંગા મહાનદીના સામાપૂરે તરવા સમાન કઠિન છે, મહાસમુદ્રને ભુજાથી પાર કરવાની જેમ દુસ્તર છે, અણીયાળા તીક્ષ્ણ ભાલા આદિના પ્રહાર સમાન દુસહ્ય દુર્લધ્ય) છે, મેરુ પર્વતના ભારવહનની જેમ દુર્વહ છે, તલવારની ધાર પર ચાલવા સમાન દુર્ગમ્ય છે.
હે પુત્ર! શ્રમણ નિગ્રંથોને સાધુના નિમિત્તે બનાવેલો આધાકર્મી આહાર, સાધુને ઉદ્દેશીને બનાવેલો ઔદેશિક આહાર, સાધુ માટે ખરીદીને લાવેલો ક્રીત આહાર, સાધુને આપવા અલગ રાખી મૂકેલો સ્થાપિત આહાર, સાધુ માટે(સુધાર-સમારવા આદિની) પ્રક્રિયા કરીને બનાવેલો આહાર, દુષ્કાળમાં સાધુ માટે બનાવેલો દુર્ભિશભક્ત આહાર, જંગલમાં સાધુ માટે બનાવેલો કાંતાર ભક્ત આહાર, વર્ષા સમયે વર્ષોથી પીડિત લોકો માટે બનાવેલો વÊલિકા ભક્ત આહાર, રોગી વ્યક્તિઓને આપવા માટે બનાવેલો આહાર તથા મૂળ, કંદ, ફળ, ઘઉં આદિ બીજ, લીલોતરી વગેરે સચિત્ત આહાર-પાણી ગ્રહણ કરવા કલ્પતા નથી.
હે પુત્ર! તું સુખ ભોગવવા યોગ્ય છે, દુઃખ સહવા યોગ્ય નથી, તું ઠંડી સહવામાં સમર્થ નથી, ગરમી સહવામાં સમર્થ નથી, ભૂખ તરસ સહન કરી શકે તેમ નથી, તું વાત, પિત્ત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થતાં કોઢ આદિ વિવિધ રોગોને તથા અચાનક થતા ઉદરશુળ વગેરે આતંકોને; ઊંચા-નીચા પ્રતિકુળ વચનોને, ઉત્પન્ન થયેલા બાવીસ પરીષહોને તેમજ ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરી શકે તેમ નથી. તેથી હે પુત્ર! તું મનુષ્યસંબંધી કામભોગોને ભોગવ, પછી ભક્ત ભોગી બનીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરજે. |९२ तएणं से मेहे कुमारे अम्मापिऊहिं एवं वुत्ते समाणे अम्मापियरं एवं वयासी- तहेवणं तं अम्मयाओ ! जंणं तुब्भे ममं एवं वयह- एसणं जाया !णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे जाव पव्वइस्ससि । एवं खलु अम्मयाओ !णिग्गंथे पावयणे कीवाणं कायराणं कापुरिसाणं इहलोगपडिबद्धाणं परलोगणिप्पिवासाणं दुरणुचरे पाययजणस्स, णो चेव णं धीरस्स, णिच्छियववसियस्स एत्थ किं दुक्करं करणयाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहि अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए । ભાવાર્થ - માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે મેઘકુમારે પ્રત્યુત્તરરૂપે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! આપ મને જે કહો છો કે હે પુત્ર! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, સર્વોત્તમ છે વગેરે પૂર્વવતુ જાણવું ભાવતું ભુક્તભોગી થઈને પ્રવજ્યા અંગીકાર કરજે પરંતુ તે માતા-પિતા ! આ નિગ્રંથ પ્રવચન, હીન સંહનનવાળા ક્લીબો, પરીષહાદિ સહન કરવામાં કાયર, ઉત્સાહ રહિત, ઐહિક સુખમાં નિમગ્ન, પારલૌકિક સુખથી પરાડમુખ એવા સામાન્ય લોકો માટે દુષ્કર છે પરંતુ ધીર અને દઢ સંકલ્પવાળ ૧ પુરુષ માટે શું દુષ્કર છે? અર્થાત્ તેનું પાલન કરવું જરાય કઠિન નથી. તેથી હે માતા-પિતા ! આપની આજ્ઞા મેળવીને હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું. મેઘકુમારની રાજ્યાભિષેકપૂર્વક દીક્ષાની તૈયારી:९३ तए णं तं मेहं कुमारं अम्मापियरो जाहे णो संचाइंति बहूहिं विसयाणुलोमाहिं य विसयपडिकूलाहिं य आघवणाहि य पण्णवणाहिं य सण्णवणाहिं य विण्णवणाहिं य आघवित्तए वा, पण्णवित्तए वा सण्णवित्तए वा विण्णवित्तए वा ताहे अकामए चेव मेह