________________
અધ્ય–૧: મેઘકુમાર
)
| ५७ ।
થાવત્ મૃત્યુને આધીન આ ધન આદિ સડવાના, પડવાના અને નાશ પામવાના સ્વભાવવાળું છે. પછી અથવા પહેલાં અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા-પિતા! કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે? તેથી હું થાવ દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ९१ तए णं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो जाहे णो संचाएइ मेहं कुमारं बहूहिं विसयाणुलोमाहिं आघवणाहि यपण्णवणाहि यसण्णवणाहि यविण्णवणाहि य, आघवित्तए वा पण्णवित्तए वा, सण्णवित्तए वा विण्णवित्तए वा ताहे विसयपडिकूलाहिं संजमभयउव्वेयकारियाहिं पण्णवणाहिं पण्णवेमाणा एवं वयासी
एसणं जाया !णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवलिए पडिपुण्णे णेयाउए संसुद्धे सल्लगत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे णिज्जाणमग्गे णिव्वाणमग्गे सव्वदुक्खप्पहीणमग्गे, अहीव एगंतदिट्ठीए, खुरो इव एगंतधाराए, लोहमया इव जवा चावेयव्वा, वालुयाकवले इव णिरस्साए, गंगा इव महाणई पडिसोयगमणाए, महासमुद्दो इव भुयाहिं दुत्तरे, तिक्खं कमियव्वं, गरुयं लंबेयव्वं, असिधार व्व संचरियव्वं ।
णो खलु कप्पइ जाया ! समणाणं णिग्गंथाणं आहाकम्मिए वा उद्देसिए वा कीयगडे वा, ठवियए वा, रइयए वा, दुब्भिक्खभत्ते वा, कंतारभत्ते वा, वद्दलियाभत्ते वा, गिलाणभत्ते वा, मूलभोयणे वा, कंदभोयणे वा, फलभोयणे वा, बीयभोयणे वा, हरियभोयणे वा भोत्तए वा पायए वा ।
तुमं च णं जाया ! सुहसमुचिए णो चेव णं दुहसमुचिए, णालं सीयं, णालं उण्हं, णालं खुहं, णालं पिवासं,णालं वाइयपित्तियसिभियसण्णिवाइएविविहे रोगायंके उच्चावए गामकंटए बावीसं परीसहोवसग्गे उदिण्णे सम्म अहियासित्तए । भुंजाहि ताव जाया ! माणुस्सएकामभोगे । तओ पच्छा भुत्तभोगी समणस्स भगवओ महावीरस्स जावपव्वइस्ससि। ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારના માતા-પિતા જ્યારે મેઘકુમારને વિષયાનુકૂળ આખ્યાપના- સામાન્ય રૂપે પ્રતિપાદન કરનારી વાણીથી, પ્રજ્ઞાપના-વિશેષ રૂપે પ્રતિપાદન કરનારી વાણીથી, સંજ્ઞાપના- સંબોધન કરનારી વાણીથી, વિજ્ઞાપના–વિનંતિ કરનારી વાણીથી સમજાવવા, બોધ પમાડવા, સંબોધિત કરવા અને મનાવવામાં સમર્થ ન થયા ત્યારે વિષયોને પ્રતિકૂલ તથા સંયમ પ્રતિ ભય અને ઉદ્દેગ ઉત્પન્ન કરનારી પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે કહેવા લાગ્યા
હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે; અનુત્તર-સર્વોત્તમ છે; કેવળી- સર્વજ્ઞ કથિત છે; સકલ વસ્તુઓનું નિરૂપક હોવાથી પ્રતિપૂર્ણ છે; યથાર્થ વસ્તુઓનું નિર્ણાયક હોવાથી ન્યાયોપેત છે; દોષ રહિત હોવાથી સંશુદ્ધ છે; માયાદિ શલ્યોનું નાશક છે; સિદ્ધિના માર્ગરૂપ છે; મુક્તિના માર્ગરૂપ છે; નિર્માણ-કર્મથી મુક્ત થવાના માર્ગરૂપ છે; નિર્વાણ-અવ્યાબાધ સુખના માર્ગરૂપ છે; સર્વ પ્રકારના દુઃખ નાશના માર્ગરૂપ છે. હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન(સંયમ) સર્પની જેમ એકાગ્ર-નિશ્ચલ દષ્ટિવાળું છે. છરાની ધાર એકાંત રૂપે તીક્ષ્ણ હોય છે, તેમ તેમાં ક્રિયા અને આચાર રૂપી તીક્ષ્ણ ધાર હોય છે; આ પ્રવચન અનુસાર ચાલવું