________________
[
પ
]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- 'હે માતા-પિતા ! આપ મને જે કહો છો કે હે પુત્ર ! તારી જે ભાર્યાઓ સમાન શરીરવાળી છે વાવત તેઓની સાથે ભોગ ભોગવીને પછી શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા લેજે, તો તે માતા-પિતા ! મનુષ્યોના આ કામભોગો અર્થાત્ કામભોગના આધારરૂપ એવું આ શરીર અશુચિમય છે, તે વમનાશ્રવી છે અર્થાત્ તેમાંથી વમન શ્રવે છે, તે પિત્તાશ્રવી, કફાશ્રવી, શુક્રાશ્રવી શોણિતાશ્રવી છે. તે કુત્સિત ઉચ્છવાસ નિશ્વાસવાળું છે. તે મૂત્ર, મળ અને ચરબીથી પરિપૂર્ણ છે. મળ, મૂત્ર, કફ, પસીનો-મેલ, નાકની લીંટ, વમન, પિત્ત, શુક્ર અને લોહીથી પરિપૂર્ણ શરીર(અને તેના આધારે ભોગવાતા કામભોગો) અસ્થિર, અનિત્ય, અશાશ્વત સડણ, પડણ અને વિધ્વંસન ધર્મવાળું છે અર્થાતુ નાશ પામવાના સ્વભાવવાળું છે, તેમજ પહેલાં કે પછી અવશ્ય છોડવા યોગ્ય છે. હે માતા-પિતા! કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? તેથી હે માતા-પિતા ! હું આપની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. ८९ तए णं तं मेहं कुमारं अम्मापियरो एवं वयासी-इमे य ते जाया ! अज्जयपज्जयपिउपज्जयागए सुबहू हिरण्णे यसुवण्णे यकसे यदूसे यमणिमोत्तिए य संख-सिलप्पवाल रत्तरयण-संतसास्सावएज्जे य अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पगामंदाउं पगामं भोत्तुं पगामंपरिभाएउं । तं अणुहोहि ताव जावजाया ! विउलं माणुस्सगं इड्डिसक्कारसमुदयं, तओ पच्छा अणुभूयकल्लाणे समणस्स भगवओ महावीरस्स अंतिए जाव पव्वइस्ससि । ભાવાર્થ :- ત્યારપછી માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! તમારા દાદા, પિતાના દાદા અને પિતાના પડદાદાથી આવેલું આ ઘણું જ હિરણ્ય, સુવર્ણ, કાંસુ, દૂષ્ય>વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પરવાળાં, લાલરત્ન વગેરે સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે; તે એટલું છે કે સાત પેઢી સુધી પણ ખૂટે નહીં. તેનું તું ખૂબ દાન કર, સ્વયં ભોગવ અને બધાને વહેંચ તો પણ તે ખૂટે તેમ નથી. હે પુત્ર! મનુષ્ય જન્મ સંબંધી આ જેટલો ઋદ્ધિ-સત્કારનો સમુદાય(ધનરાશિ) છે, તે સ્વીકારી અને તે બધું તું ભોગવી લે, ત્યારપછી અનુભૂતકલ્યાણ થઈને અર્થાત્ સંસાર સુખનો અનુભવ કરીને તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરજે. ९० तएणं से मेहे कुमारे अम्मापियरं एवं वयासी- तहेवणं अम्माओ ! जणं तुब्भे मम एवं वदय-इमे तेजाया! अज्जयपज्जय जावतओ पच्छा अणुभूयकल्लाणे पव्वइस्ससि। एवं खलु अम्मयाओ ! हिरण्णे य जाव सावएज्जे अग्गिसाहिए चोरसाहिए रायसाहिए दाइयसाहिए मच्चुसाहिए; अग्गिसामण्णे जाव मच्चुसामण्णे; सडण-पडण-विद्धंसणधम्मे पच्छा पुरं च णं अवस्सविप्पजहणिज्जे । सेकेणं जाणइ अम्मयाओ ! के पुव्वि गमणाए? के पच्छा गमणाए ? तं इच्छामि णं जाव पव्वइत्तए । ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! તમે મને આ પ્રમાણે કહો છો કે- હે પુત્ર! આ બાપ-દાદા, પડદાદાની પરંપરાથી પ્રાપ્ત ઉત્તમ દ્રવ્ય છે યાવત્ તેને ભોગવી લે, સંસાર સુખનો અનુભવ કરીને પછી દીક્ષા ગ્રહણ કરજે; પરંતુ તે માતા-પિતા ! આ હિરણ્ય ભાવતુ ધન વગેરે દ્રવ્ય અગ્નિ સ્વાધીન છે અર્થાતુ અગ્નિ તેને ભસ્મ કરી શકે છે, ચોર ચોરી શકે છે, રાજા કર વગેરે રૂપે લઈ શકે છે, ભાગીદાર ભાગ પડાવી શકે છે અને મૃત્યુ પછી તે પોતાનું રહેતું નથી. અગ્નિથી ભસ્મ થતું