________________
| અધ્ય–૧: પેશકુમાર
૪૯ ]
અર્થ– (૧) કુન્જ(કુબડી) (૨) ચિલાત-કિરાત નામક અનાર્ય દેશમાં ઉત્પન્ન (૩) વામન (ઠીંગણી) (૪) વડભી(મોટા પેટવાળી) (૫) બર્બરી–બર્બર દેશની (૬) બશિકા- બકુશ દેશની (૭) યોનિકા- યોનક દેશની (૮) પલ્હવિક દેશની (૯) ઈશાનિક દેશની (૧૦) ધોરુકિન દેશની (૧૧) લ્હાસક દેશની (૧૨) લકુશ દેશની (૧૩) દ્રવિડ દેશની (૧૪) સિંહલ દેશની (૧૫) અરબ દેશની (૧૬) પુલિંદ દેશની (૧૭) પકકણ દેશની (૧૮) બાહલ દેશની (૧૯) મુન્ડ દેશની (૨૦) શબર દેશની (૨૧) પારસ દેશની. આ પ્રમાણે કુન્જા આદિ ત્રણ શરીરાકૃતિથી સૂચિત દાસીઓ અને ૧૮ દેશની દાસીઓ,આ રીતે આઠ-આઠ દાસીઓ આપી.
छत्तधरी चेडीओ, चामरधरतालियंटधरीओ ।
सकसोडियाधरीउ, खीराती पंच घावीओ ॥११॥ અર્થ– છત્ર, ચામર, પંખા ધારણ કરનારી દાસી, પાણી આપનારી દાસી, ક્ષીરધાત્રી આદિ પાંચ ધાત્રી.
अटुंगमद्दियाओ, उम्मद्दिगचिगमंडियाओ य।।
वण्णय चुण्णय पीसिय, कीलाकारी यदवगारी ॥१२॥ અર્થ-આઠ-આઠ શરીરના અંગ દાબી દેનારી દાસી, વિશેષ મર્દન કરનારી દાસી, શરીર સુશોભિત કરનારી દાસી, ચંદન આદિ ચૂર્ણ શરીર પર ઘસનારી, ચૂર્ણ બનાવનારી દાસી, ક્રીડા તથા હાસ્ય-વિનોદ કરાવનારી દાસી;
उच्छाविया उ तह नाडइल्ल कोडुंबिणी महाणसिणी ।
भंडारि अज्जधारि पुप्फधरी पाणीय धरी या ॥१३॥ અર્થ– જગાડનારી દાસી, નાટય કરનારી દાસી, ઘરનું કામ કરનારી દાસી, રસોઈ ઘરમાં કામ કરનારી દાસી, ભંડારમાં કામ કરનારી દાસી, ક્રીડાર્થ કમળધારી દાસી, ક્રીડાર્થ પુષ્પધારી દાસી, પાણીની ઝારી ધારણ કરનારી દાસી.
वलकारिय सेज्जाकारियाओ, अब्भंतरी उ बाहिरिया ।
पडिहारी मालारी, पेसणकारी उ अट्ठट्ठ ॥१४॥ અર્થ- આઠ-આઠ વ્યાયામ કરાવનારી દાસી, શય્યાની રચના કરનારી દાસી, અંદર-બહાર દ્વારપાલનું કામ કરનારી દાસીઓ, માળા ગૂંથનારી દાસીઓ, સંદેશો પહોંચાડનારી દાસીઓ. આ સર્વ આઠ-આઠની સંખ્યામાં આપ્યા અને મેઘકુમારે તે આઠેયને એક-એક કરોડ સુવર્ણ ચાંદી વગેરે વહેંચી આપ્યા. રાજગૃહમાં ભગવાન મહાવીરનું પદાર્પણ:
७३ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पुव्वाणुपुद्वि चरमाणे गामाणुगाम दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणामेव रायगिहे णयरे गुणसीलए चेइए जावसंजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી ચાલતા, એક ગામથી બીજે ગામ વિચરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, રાજગૃહ નગરના ગુણશીલ નામના ઉદ્યાનમાં પધાર્યા થાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. ७४ तए णं से रायगिहे णयरे सिंघाडग जाव बहवे उग्गा भोगा जाव रायगिहस्स