SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ re सिरिहिरिधिइकित्ती उ, बुद्धि लच्छी य होंति अट्ठट्ठ नंदा भद्दा य तला, झय वय नाडीइ आसे व ॥३॥ અર્થ— ભવનની શોભા માટે આઠ-આઠ શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, આ છ દેવીઓની પ્રતિમાઓ, ભવનની શોભા અને મંગળ માટે આઠ-આઠ સ્વસ્તિક, વિશેષ નંદા, ભદ્રા, તળાઈ, ધ્વજા, વ્રજ-ગોકુલ (૧૦,૦૦૦ ગાયોનું), નાટક, ઘોડા; हत्थी जाण जग्गा उसीया तह संदमाणी गिल्हीओ । थिल्लीइ वियडजाणा रह गामा दास दासीओ ॥४॥ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અર્થ– આઠ-આઠ હાથી, ગાડા, પાલખી, શિબિકા, નાની શિબિકા, ગિલ્લિ–હાથીની અંબાડી, ઊંટનું પલાણ અને ઘોડાનું ઉપકરણ. થિલ્લિ–પાલખી વિશેષ, ઉપર આવરણ ન હોય તેવી ગાડી, રથસમૂહ, દાસ, દાસીઓ; किंकरकंचुइ महयर, वरिसधरे तिविह दीवे थाले य । पाई थासग मल्लग, कवितिय अवएड अवपक्का ॥५॥ અર્થ– નોકર, કંચુકીજન(વૃદ્ધ પુરુષ), મહત્તર, વર્ષધર,(નપુંસક), ત્રણ પ્રકારના દીપ– (૧) અવલંબન દીપ(સાંકળથી લટકતા દીપ) (૨) ઉત્કેપનદીપ(દંડ ઉપર સ્થિત દીપ) અને (૩) મંજર દીપ(અબરખ વગેરેના પાંજરામાં હોય તેવા દીપ અથવા ઝુમ્મરની અંદર હોય તેવા દીપ), ત્રિવિધ(ચાંદી, સુવર્ણ અને ઉભયમય) થાળીઓ, વાટકાઓ તાંસળીયો, કોડિયું, કાંસિઓ-કડછીઓ, ઝારીઓ, કડાઈઓ.. पायपीढ भिसि करोडियाओ, पल्लंकए य पडिसिज्जा । हंसाईहि विसिट्टा या आसणभेया उ अट्ठट्ठ ॥६॥ અર્થ– આઠ-આઠ પાદપીઠ, આસનો, કરોટિકા—બીજી જાતના આસનો, પલંગો, નાની શય્યાઓ, હંસાસન વગેરે વિવિધ આસન વિશેષ; हंसे कुंचे गरुडे ओयण पयण य दीह भद्दे य । पक्खे मयरे पउमे होइ दिसासोत्थिएक्कारे ॥७॥ અર્થ— ૧. હંસાકાર, ૨. કૌંચાકાર, ૩. ગરુડાકાર, ૪. ઉન્નતાકાર, ૫. પ્રણતાકાર ૬. દીર્ઘ આકારવાળા આસન, ૭. ભદ્રાસન, ૮. પક્ષાસન(મોરપીંછથી બનાવેલા આસન), ૯. મગરાકાર આસન, ૧૦. પદ્માસન, ૧૧. દિશા સ્વસ્તિકાસન. પૂર્વગાથામાં કથિત હંસાસન વગેરે આસનના ભેદોનું આ ગાથામાં સ્પષ્ટીકરણ છે. तेल्ले कोदुसमुग्गा, पत्ते चोए य तगर एलाय । हरियाले हिंगुलए, मनोसिला सासव समुग्गे ॥८॥ અર્થ— સુગંધી તેલ માટે કૂંપીઓ(પાત્રવિશેષ), સુગંધી ચૂર્ણ માટે કૂંપીઓ, પાન મૂકવાના ડબ્બા, ગંધ દ્રવ્ય, તગર, એલચી, હરિતાલ, હિંગળો, મનઃ શિલ અને સરસવ મૂકવાના ડબ્બા–(પાત્ર વિશેષ) खुज्जा चिलाइ वामणि, वडभीओ बब्बरी बउसियाओ । जोणिय पल्हवियाओ, ईसिणिया धोरुगिणिया य ॥९॥ लासिय लउसिया दमिणी, सिंहली तह आरबी पुलिंदी य । पकवणि बहणि मुरंढी, सबरीओ पारसीओ ॥१०॥
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy