SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૧: એથકુમાર पडिवूह (४८) चारं (४९) परिचारं (५०) चक्कवूहं (५१) गरुलवूह (५२) सगडवूह (રૂ) ગુદ્ધ (૪) શિશુદ્ધ (૬) ગુદ્ધાતિનુદ્ધ (૧૬) અગુિદ્ધ (૭) મુઝુિદ્ધ (૧૮) बाहुजुद्धं (५९) लयाजुद्धं (६०) ईसत्थं (६१) छरुप्पवायं (६२) धणुव्वेयं (६३) हिरण्णपागं (૬૪) સુવઇવાર () સુહેલું (૬૬) વણેલું (૬૭) ગારિયાધેલું (૬૮) પત્તશ્કેન્દ્ર (૬૬) (૭૦) નીવ (૭૨) fણની (૭૨) સ૩મતિ ભાવાર્થઃ- ત્યાર પછી મેઘકુમાર જ્યારે કંઈક અધિક આઠવર્ષનો થયો ત્યારે માતાપિતાએ શુભતિથિ, કરણ અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે તેને ભણવા બેસાડ્યો. ત્યાર પછી તે કલાચાર્યે મેઘકુમારને ગણિત જેમાં પ્રધાન છે એવી લેખનકલા આદિ શકુનિરુત સુધીની બોંતેર કળાઓ સૂત્રથી, અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડી. તે આ પ્રમાણે છે (૧) લેખન (૨) ગણિત (૩) મણિ–વસ્ત્ર વગેરેમાં ચિત્ર કોતરવા રૂપ, રૂપ કળા અથવા રૂપ પરિવર્તન કળા (૪) નાટય કળા (૫) ગીત કળા (૬) વાધ-વાજિંત્રો વગાડવાની કળા (૭) સ્વર વિજ્ઞાનગીતમાં પજ, ઋષભ આદિ સ્વરોનું જ્ઞાન થવું (૮) પુષ્કર- મૃદંગ આદિ વાજિંત્રો બનાવવાની કળા (૯) સમાનતાલ- ગીત વગરેનો પ્રમાણકાલ સમ છે કે વિષમ તેનું જ્ઞાન થવું (૧૦) ત– જુગાર રમવાની કળા (૧૧) જનવાદ- વાદ-વિવાદમાં કુશળતા પ્રાપ્ત થવી (૧૨) પાસક કળા- પાસા નાખીને રમવામાં નિપુણતા (૧૩) અષ્ટાપદ– ચોપાટ રમવી (૧૪) નગરની રક્ષા કરવી (૧૫) દગ–મૃતિકા – પાણી અને માટીના સંયોગથી વસ્તુનું નિર્માણ કરવું અર્થાત્ કુંભાર કળા (૧૬) ધાન્ય નિષ્પન્ન કરવાની કળા (૧૭) પાનવિધિ- પાણી આદિ પેય પદાર્થોને બનાવવા, પાણીને સંસ્કારિત કરવું અર્થાત્ શુદ્ધ કરવું કે ગરમ કરવું વગેરે (૧૮) વસ્ત્રવિધિ-વસ્ત્રો બનાવવા, સીવવા, પહેરવાની વિધિ (૧૯) વિલેપન-ચંદન આદિ વિલેપન યોગ્ય દ્રવ્યો બનાવવા તથા તેને લગાડવાની વિધિ જાણવી (૨૦) શયન વિધિ- પથારી પાથરવી તથા શયન વિધિ જાણવી (૨૧) આર્યા છંદને જાણવો તથા આર્યા છંદમાં રચના કરવી (રર) પ્રહેલિકા- ઉખાણા બનાવવા (૨૩) માગધી ભાષામાં ગાથાઓની રચના કરવી (૨૪) પ્રાકૃત ભાષામાં ગાથા બનાવવી (૨૫) ગીતિકા છંદને જાણવો તથા ગીતિકા છંદમાં રચના કરવી અથવા પૂર્વાર્ધની જેમ ઉત્તરાદ્ધની રચના કરી શ્લોકપૂર્તિ કરવી (રદ) શ્લોક- અનુષ્ટ્રપ છંદ જાણવો તથા અનુણુપ છંદમાં રચના કરવી (૨૭) ચાંદી બનાવવાની વિધિ જાણવી (૨૮) સુવર્ણ બનાવવાની વિધિ (ર૯) સુવર્ણ આદિનું ચૂર્ણ કરી તેમાં જુદા જુદા પદાર્થોનું મિશ્રણ કરવાની વિધિ (૩૦) આભૂષણો બનાવવાની તથા પહેરવાની વિધિ (૩૧) તરુણી પરિકર્મસ્ત્રીઓના સૌંદર્ય પ્રસાધનો જાણવા (૩૨) સ્ત્રીના લક્ષણો જાણવા (૩૩) પુરુષોના લક્ષણો જાણવા (૩૪) ઘોડાના લક્ષણો જાણવા (૩૫) હાથીના લક્ષણો જાણવા (૩૬) ગાય-બળદના લક્ષણો જાણવા (૩૭) કૂકડાના લક્ષણો જાણવા (૩૮) છત્રના લક્ષણો જાણવા (૩૯) દંડના લક્ષણો જાણવા (૪૦) ખગના લક્ષણો જાણવા (૪૧) મણિના લક્ષણો જાણવા (૪૨) કાકણી રત્નના લક્ષણો જાણવા (૪૩) વાસ્તુશાસ્ત્ર- મકાન, દુકાન, ઈમારતો આદિના સ્થાન, આકાર વગેરના શુભાશુભની જાણકારી (૪૪) સ્કંધાવરસેનાની છાવણીઓનું પ્રમાણ આદિ જાણવું (૪૫) નવા નગરનું પ્રમાણ આદિ જાણવું (૪૬) વ્યુહરચના (૪૭) શત્રુની બૃહ રચના સામે પ્રતિબૃહની રચના કરવી (૪૮) ચાર– સૈન્ય સંચાલન કરવું અથવા ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી વિમાનોની ગતિ વિષયક જાણકારી (૪૯) પ્રતિચાર– શત્રુસેનાની સામે પોતાની સેનાને ચલાવવી અથવા સૂર્ય-ચંદ્રની ગતિના આધારે ઈષ્ટ–અનિષ્ટ ફળ વિષયક જાણકારી. (૫૦) ચક્રના આકારમાં બૃહ–મોરચાની
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy