________________
૪૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રચના કરવી (૫૧) ગરુડના આકારમાં બૃહ–મોરચાની રચના કરવી (પર) શકટના આકારમાં બૃહમોરચાની રચના કરવી (૫૩) સામાન્ય યુદ્ધ કરવું (૫૪) વિશેષ યુદ્ધ કરવું (૫૫) અત્યંત ભયાનક યુદ્ધ કરવું (પ૬) લાકડીથી યુદ્ધ કરવું (૫૭) મુષ્ટિ યુદ્ધ (૫૮) બાહુ યુદ્ધ (૫૯) લતાઓ દ્વારા યુદ્ધ કરવું (so) ઈસત્ય- થોડાનું ઘણું અને ઘણાનું થોડું લશ્કર બનાવવાની કળા (૧) ખગની મૂઠ બનાવવાની કળા (૨) ધનુર્વિદ્યામાં નિપુણતા (૩) હિરણ્યપાક- ચાંદી દ્વારા રસાયણો બનાવવાની કળા (૬૪) સુવર્ણપાકસુવર્ણ દ્વારા રસાયણો બનાવવાની કળા (૫) સૂત્ર ખેડ- સૂતર બનાવવાની કળા અથવા સૂતર-દોરી આદિથી રમવાની કળા (૬) ખેતર ખેડવું અથવા ગોળ-ગોળ પરિભ્રમણ કરવાની કળા (૭) નાલિકા ખેડ- કમળની નાળનું છેદન કરવું અથવા નાલિકા ખેલ- ઈષ્ટ સિદ્ધિના અભાવમાં વિપરીત રૂપે પાસા ફેંકવા (૬૮) પત્રચ્છેદ– એક સાથે એકસો આઠ પાનની વચ્ચેથી કોઈ પણ એક પાન છેદવું (૬૯) કડા-કુંડલ આદિનું છેદન કરવું (૭૦) મૃત–મૂચ્છિત થયેલાને સજીવન કરવા (૭૧) જીવિતને મૃત તુલ્ય કરવા અથવા સુવર્ણ આદિ ભસ્મને ફરીથી સુવર્ણનું રૂપ આપવું (૭૨) શકુનિત- કાગડા–ઘુવડ આદિ પક્ષીઓની ભાષા જાણવી અને તેઓના અવાજ પરથી શુભાશુભ ફળ જાણવું. ६५ तए णं से कलायरिए मेहं कुमारं लेहाइयाओ गणियप्पहाणाओ सउणिरुयपज्जवसाणाओ बावत्तरि कलाओ सुत्तओ य अत्थओ य करणओ य सिहावेइ, सिक्खावेइ, सिहावेत्ता सिक्खावेत्ता अम्मापिऊणं उवणेइ।
तए णं मेहस्स कुमारस्स अम्मापियरो तं कलायरियं महुरेहिं वयणेहिं विउलेणं वत्थगंधमल्लालंकारेणं सक्कारेंति, सम्माणेति, सक्कारिता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयंति, दलइत्ता पडिविसज्जेति। ભાવાર્થ - ત્યારપછી તે કલાચાર્ય મેઘકુમારને ગણિત પ્રધાન લેખનથી લઈને શકુનિરુત પર્વતની ૭ર કલાઓ સુત્ર(મુલપાઠ)થી, અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શિખવાડી, સિદ્ધ કરાવીને શિખવાડીને માતા-પિતાની પાસે લઈ આવ્યા.
ત્યારે મેઘકુમારના માતા-પિતાએ તે કલાચાર્યનો મધુર વચનોથી તથા વિપુલ વસ્ત્ર, સુગંધી પદાર્થ, માળા અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું; સત્કાર-સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું, પ્રીતિદાન આપીને તેઓને વિદાય કર્યા. ६६ तए णं मेहे कुमारे बावत्तरिकलापंडिए णवंगसुत्तपडिबोहिए अट्ठारस-विहिप्पगारदेसीभासाविसारए गीयरई गंधव्वणट्टकुसले हयजोही गयजोही रहजोही बाहुजोही बाहुप्पमद्दी अलंभोगसमत्थे साहसिए वियालचारी जाए यावि होत्था । ભાવાર્થ - ત્યારે મેઘકુમાર બોતેર કલાઓમાં પારંગત થઈ ગયો. તેના નવ અંગ–બે કાન, બે નેત્ર, બે નાસિકા, જીભ, ત્વચા અને મન, જે બાલ્યાવસ્થામાં સુષુપ્ત હતા, અવ્યક્ત ચેતનાવાળા હતા, તે જાગૃત થઈ ગયા અર્થાત્ મેઘકુમાર યુવાન થઈ ગયો. તે અઢાર પ્રકારની દેશી ભાષાઓમાં કુશલ થઈ ગયો, ગંધર્વની જેમ સંગીત અને નૃત્યમાં કુશલ થઈ ગયો. તે અશ્વયુદ્ધ, રથયુદ્ધ અને બાયુદ્ધમાં નિપુણ બની ગયો, પોતાના બાહુઓથી વિપક્ષીઓનું મર્દન કરવામાં સમર્થ થઈ ગયો. ભોગ ભોગવવાનું સામર્થ્ય તેનામાં આવી ગયું. સાહસી (હિંમતવાન) વિકાલચારી-અર્ધ રાત્રિએ વિચરણ કરવા યોગ્ય એટલે નિર્ભય બની ગયો.