________________
३८
ગમક
(૫) જઘન્ય-જઘન્ય
(૬) જઘન્ય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ
જઘન્ય (બે ભવ)
અનેક વર્ષ અને ૧ સાગરોપમ
અનેક વર્ષ અને ૩ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૧ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૧ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૩ સાગરોપમ
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્કૃષ્ટ (આઠ ભવ)
ચાર અનેક વર્ષ અને ૪ સાગરોપમ
ચાર અનેક વર્ષ અને ૧૨ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ
મનુષ્યની સ્થિતિ– જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃટ ક્રોડપૂર્વ વર્ષ.
બીજી નરકની સ્થિતિ– જઘન્ય એક સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ.
નાણત્તા :– મનુષ્ય મરીને બીજી શર્કરાપ્રભાથી છઠ્ઠી તમઃ પ્રભા નરક સુધીમાં ઉત્પન્ન થાય ત્યારે કુલ નાણત્તા–૬ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા—૩ થાય છે– (૧) અવગાહના− જઘન્ય સ્થિતિએ જાય ત્યારે તે મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અનેક હાથની હોય છે. તે ૫૦૦ ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના પામી શકતો નથી. (૨) આયુષ્ય– અનેક વર્ષનું હોય. (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ થાય છે– (૧) અવગાહના− ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય ત્યારે તેની અવગાહના પણ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની જ હોય છે. (૨) આયુષ્ય- ક્રોડપૂર્વનું (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે.
મનુષ્યની સાતમી નરકમાં ઉત્પત્તિ ઃ
|१०३ पज्जत्त-संखेज्जवासाउय-सण्णिमणुस्से णं भंते ! जे भविए अहेसत्तमाए पुढविणेरइएसु उववज्जित्तए, से णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं बावीससागरोवमट्ठिईएसु, उक्कोसेणं तेत्तीससागरोवमट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યેય વર્ષાયુષ્ય સંશી મનુષ્ય, સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તરહે ગૌતમ ! તે જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. १०४ ते णं भंते ! जीवा एग समएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसो सोचेव सक्करप्पभापुढविगमओ णेयव्वो, णवरं- पढमं संघयणं, इत्थिवेयगा ण उववज्जंति, सेसं तं चेव जाव अणुबंधो त्ति । भवादेसेणं दो भवग्गहणाई । कालादेसेणं जहणेणं बावीसं सागरोवमाइं वासपुहुत्तमब्भहियाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं पुव्वकोडीए अब्भहियाइं जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! તેની સર્વ વક્તવ્યતા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે સાતમી નરકમાં પ્રથમ સંઘયણવાળા જ ઉત્પન્ન થાય છે અને ત્યાં સ્ત્રીવેદી ઉત્પન્ન થતા નથી. શેષ અનુબંધ સુધીનું સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી જઘન્ય અનેક વર્ષ અધિક ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન