________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
[ ૩૭]
અનુબંધ પણ જાણવો. શેષ સર્વ કથન ઔધિક ગમકની સમાન છે અને કાલાદેશરૂપ સર્વ ગમકોનો સંવેધ તે તે ગમકની સ્થિતિ અને ભવ સંખ્યા પ્રમાણે ઉપયોગપૂર્વક જાણવો જોઈએ. એ ગમક-૪,૫,૬ / १०२ सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ। तस्स वि तिसु विगमएसु इम णाणत्तं-सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण वि पंचधणुसयाई । ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । एवं अणुबंधो वि । सेसंजहा पढ मगमए.णवर-णेरइयठिई य कायसवेह च जाणेज्जा । एवं जावछट्टपुढवी,णवरतच्चाए आढवेत्ता एक्केक्कंसंघयणं परिहायइ जहेव तिरिक्खजोणियाणं । कालादेसो वि तहेव, णवरं- मणुस्सट्टिई भाणियव्वा । ભાવાર્થ :- જો તે મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને શર્કરા,ભામાં ઉત્પન્ન થાય, તો ત્રણે ગમકોમાં આ પ્રકારે વિશેષતા છે, યથા- શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે. અનુબંધ પણ તે જ પ્રમાણે હોય છે. શેષ સર્વ પ્રથમ ગમકની સમાન જાણવું, વિશેષતા એ છે કે નૈરયિકની સ્થિતિ અને કાયસંવેધ તે-તે સ્થાન પ્રમાણે જાણવા જોઈએ. . ગમક-૭,૮,૯ II.
આ જ રીતે યાવત્ છઠ્ઠી નરક સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેની ઋદ્ધિમાં ત્રીજી નરક અને ત્યાર પછી નરકમાં સંજ્ઞી તિર્યંચોની સમાન એક એક સંઘયણ ઓછું થાય છે. કાલાદેશથી પણ તે જ રીતે જાણવું પરંતુ સ્થિતિ મનુષ્યની કહેવી જોઈએ અર્થાતુ જઘન્ય અનેક વર્ષની સ્થિતિ કહેવી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્ય મરીને બીજી નરકમાં જાય તેની ઋદ્ધિ અને સ્થિતિનું અતિદેશાત્મક નિરૂપણ છે, તેની ઋદ્ધિ રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન છે. કેવળ અવગાહના અને આયુષ્યમાં તફાવત છે. અવગાહના- જઘન્ય રાજ પુર = અનેક હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અવગાહનાવાળા મનુષ્યો બીજીથી સાતમી નરક સુધી જઈ શકે છે. અનેક (બે) હાથથી અલ્પ અવગાહનાવાળા મનુષ્યો બીજી આદિ નરકોમાં ઉત્પન્ન થઈ શકતા નથી. આયુષ્ય-જઘન્ય વાત પુર = અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો બીજીથી સાતમી નરક સુધી જાય છે. અનેક વર્ષથી અલ્પાયુષ્યવાળા મનુષ્યો બીજી આદિ નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. અહીં અનેક વર્ષથી ઓછામાં ઓછા નવ વર્ષનું ગ્રહણ થાય છે; કારણ કે જઘન્ય ગમકની ઋદ્ધિમાં પણ મન:પર્યવજ્ઞાનનું ગ્રહણ કર્યું છે. મન:પર્યવ જ્ઞાન નવ વર્ષે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જ થાય છે. સન્ની મનુષ્યનો બીજી નરક સાથે કાલાદેશ - ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠભવ) (૧) ઔઘિક-ઔધિક અનેક વર્ષ અને ૧ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય અનેક વર્ષ અને ૧ સાગરોપમ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ અનેક વર્ષ અને ૩ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૧૨ સાગરોપમ (૪) જઘન્ય-ઔધિક અનેક વર્ષ અને ૧ સાગરોપમાં
ચાર અનેક વર્ષ અને ૧૨ સાગરોપમ