________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
_
[ ૩૫ ]
માસથી અલ્પાયુષ્યવાળા મનુષ્ય મરીને નરક ગતિમાં જઈ શકતા નથી. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત. (૧૯) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. (૨૦) કાય સંવેધ– ભવાદેશથી જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે. કાલાદેશ માટે જુઓ– કોષ્ટક. સંસી મનુષ્યનો પ્રથમ નરક સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠભવ) (૧) ઔધિક-ઔધિક અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમાં (૨) ઔધિક-જઘન્ય અનેક માસ અને ૧૦,000 વર્ષ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ. (૩) ઔધિક-ઉત્કૃષ્ટ અનેક માસ અને એક સાગરોપમ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ (૪) જઘન્ય-ઔધિક અનેક માસ અને ૧૦,000 વર્ષ ચાર અનેક માસ અને ૪ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ ચાર અનેક માસ અને ૪૦,૦૦૦ વર્ષ. (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અનેક માસ અને ૧ સાગરોપમ ચાર અનેક માસ અને ૪ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦00 વર્ષ
૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને ૧ સાગરોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ સાગરોપમ મનુષ્ય સ્થિતિ- જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | પ્રથમ નરકની સ્થિતિ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. નાણા :- સંજ્ઞી મનુષ્ય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે કુલ નાણત્તા-૮ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા- ૫ થાય છે– (૧) અવગાહના :- પ્રથમ નરકમાં જનારા મનુષ્યોની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. પરંતુ ચોથા, પાંચમા, છટ્ટા આ ત્રણ જઘન્ય ગમકથી જનારની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અનેક અંગુલની જ હોય છે. તે જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ અવગાહના પામી શકતો નથી. (૨) જ્ઞાનાજ્ઞાન :- પ્રથમ ગમકમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પરંતુ જઘન્ય ગમકથી જાય ત્યારે અનેક માસની સ્થિતિમાં મન:પર્યવજ્ઞાનનો સંભવ નથી કારણ કે મન:પર્યવ જ્ઞાન સંયમીને જ થાય છે અને નવા વર્ષનો મનુષ્ય જ સંયમ ધારણ કરી શકે છે. તેથી જઘન્ય અનેક માસની સ્થિતિએ પ્રથમ નરકમાં જનારને મન:પર્યવજ્ઞાનનો સંભવ નથી, તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. (૩) સમુઘાત:- પ્રથમ ગમકમાં છ સમુદ્યાત હોય છે. પરંતુ જઘન્ય સ્થિતિમાં આહારક સમુઘાતનો સંભવ નથી. કારણ કે આહારક શરીર અને આહારક સમુદ્યાત સંયમીને જ હોય છે અને જઘન્ય ગમકમાં સંયમ શક્ય નથી. (૪,૫) આયુષ્ય-અનુબંધ :- પ્રથમ ગમકમાં આયુષ્ય અને અનુબંધ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષનો હોય છે જ્યારે જઘન્ય ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક માસનું આયુષ્ય અને અનુબંધ હોય છે. તે સિવાય અન્ય કોઈપણ આયુષ્ય હોતું નથી.
ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા- ૩ હોય છે– (૧) અવગાહના–જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હોય છે કારણ કે મનુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિમાં અવગાહના પણ ઉત્કૃષ્ટ જ હોય છે, (૨) આયુષ્ય-ક્રોડપૂર્વવર્ષનું,