________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
[ ૭૩ ]
चउहि मासपुहत्तेहिं अब्भहियाई; जावएवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ :- મનુષ્યો, સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય અને રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સંપૂર્ણ કથન પ્રથમ ગમકવતુ જાણવું જોઈએ, વિશેષતા એ છે કે (૧) તેના શરીરની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ પણ અનેક અંગુલ હોય છે, (૨) ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે, (૩) પ્રથમ પાંચ સમુદ્યાત હોય છે, (૪-૫) સ્થિતિ અને અનુબંધ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પણ અનેક માસ હોય છે, શેષ ભવાદેશ સુધી પ્રથમ ગમકવત્ જાણવું જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અનેક માસ અધિક ચાર સાગરોપમ; થાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૪ || ९४ सोचेवजहण्णकालट्ठिईएसुखवण्णो,एसच्ववत्तव्ययाचउत्थगमगसरिसाणेयव्वा, णवर-कालादेसेणं जहण्णेणंदसवाससहस्साईमासपृहुत्तमब्भहियाई, उक्कोसेणंचत्तालीसं वाससहस्साइचउहिं मासफूहुत्तेहिं अब्भहियाई, जावएवइयंकालगइरागइकरेज्जा। ભાવાર્થ:- જઘન્ય સ્થિતિવાળા તે મનુષ્ય, જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સંપૂર્ણ કથન ચોથા ગમકની સમાન જાણવું. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અનેક માસ અધિક ૪૦,000 વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૫ / |९५ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव गमगो, णवरं- कालादेसेणं जहण्णेणं सागरोवमं मासपुहत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं मासपुहुत्तेहिं अब्भहियाइ, जाव एवइय काल गइरागइ करेज्जा। ભાવાર્થ - જઘન્ય સ્થિતિવાળા તે મનુષ્યો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો સર્વ કથન ચતુર્થ ગમછાનુસાર જાણવું. વિશેષતા એ છે કે કાલની અપેક્ષાએ જઘન્ય અનેક માસ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અનેક માસ અધિક ચાર સાગરોપમ; વાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-II ९६ सोचेव अप्पणा उक्कोसकालट्टिईओ जाओ,सो चेव पढमगमओणेयव्वो, णवरं सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण वि पंचधणुसयाई, ठिई जहण्णेणं पुवकोडी, उक्कोसेण विपुवकोडी, एवं अणुबंधो वि । कालादेसेणंजहण्णेणंपुव्वकोडी दसहि वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेण चत्तारि सागरोवमाइंचउहिं पुव्वकोडीहिं अब्भहियाइं जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - તે મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો તેની ઋદ્ધિ પ્રથમ ગમકની સમાન છે. વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે અને અનુબંધ આયુષ્ય પ્રમાણે હોય છે. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૭ //