________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
| ૨૯ |
ઉત્પન્ન થાય, તો પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ, સંવેધ સાતમા ગમકની સમાન છે. આ ગમક-ટો
८४ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव लद्धी जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाइं । कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाई दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्टि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालं गइरागइंकरेज्जा। ભાવાર્થ:- ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, સાતમી નરકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો યાવત અનુબંધ પર્વતની ઋદ્ધિ પૂર્વવતુ જાણવી. સંવેધ–ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક ૬ સાગરોપમ સુધી યાવતું ગમનાગમન કરે છે. // ગમક-૯ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય તેની ઋદ્ધિ અને સ્થિતિનું પ્રતિપાદન
એક વજઋષભનારાચ સંઘયણી તેમજ જલચર, પુરુષવેદી જીવો જ સાતમી નરકમાં ઉત્પન્ન થઈ શકે છે, સ્ત્રી વેદી જીવો ત્યાં ઉત્પન્ન થઈ શકતા નથી. શેષ ઋદ્ધિ પૂર્વવત્ જાણવી.
કાય સંવેધમાં ભવ અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. ત્રણ ભવ– પ્રથમ ભવ મસ્યનો, બીજો ભવ નારકનો અને ત્રીજો ભવ પુનઃ મત્સ્યનો આ રીતે બે ભવ મત્સ્યના અને વચ્ચેનો એક ભવ નારકનો થાય છે. સાત ભવ- પ્રથમ ભવ મસ્ય, બીજો ભવ નારક અને ત્રીજો મત્સ્ય આ રીતે ક્રમશઃ ચાર ભવ મત્સ્યના અને ત્રણ ભવ નારકના થાય અને પાંચ ભવ-ત્રણ મત્સ્યના અને બે ભવ નારકના થાય. ઉત્કૃષ્ટ સાત કે પાંચ ભવઃ- સંજ્ઞી તિર્યંચ મરીને સાતમી નરકમાં જઘન્ય સ્થિતિએ ઉત્પન્ન થાય ત્યારે જ ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે છે. જ્યારે તે જીવ સાત ભવ કરે ત્યારે સાતમી નરકમાં અવશ્ય જઘન્ય સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. તે જીવ પહેલા, બીજા, ચોથા, પાંચમા, સાતમા અને આઠમા આ છ ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ સાત ભવ કરે છે. મધ્યમ ત્રણ કે પાંચ આદિ ભવ પણ થાય છે. તેથી પ્રથમ ગમકથી ઔધિક સ્થિતિએ ઉત્પન્ન થાય ત્યારે કોઈપણ સ્થિતિ પ્રાપ્ત કરે છે પરંતુ જઘન્ય સ્થિતિએ સાત ભવ અને અન્ય સ્થિતિએ ત્રણ કે પાંચ ભવ કરે છે. તેવું ૩foોળ છાવર્કિંસારવાડું વહિંપુષ્યોદહિં મહિયારુંઆ ઉત્કૃષ્ટ કાલાદેશ સૂચક પાઠથી સ્પષ્ટ થાય છે. સંક્ષેપમાં રર સાગરોપમની જઘન્ય સ્થિતિએ સાતમી નરકમાં જીવ ત્રણ વાર ઉત્પન્ન થઈ શકે છે અને રર સાગરોપમથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરનાર ઉત્કૃષ્ટ બે વાર જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેના ઉત્કૃષ્ટ પાંચ ભવ થાય છે.
જીવ જ્યારે સાતમી નરકમાં ત્રીજા, છઠ્ઠા કે નવમા ગમકથી જાય અર્થાત્ સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પામે ત્યારે જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ પાંચ ભવ કરે છે. કારણ કે જીવ ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિએ બે વાર જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી બે ભવ સાતમી નરકના અને ત્રણ ભવ સંજ્ઞી તિર્યંચના, તેમ કુલ પાંચ ભવ થાય છે. સંક્ષેપમાં સાતમી નરકે ૬ સાગરોપમથી વધારે કાલાદેશ ન થાય.