________________
શ્રી ભગવતી સૂત્ર-૫
યથા– વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે.(ઉત્કૃષ્ટ ગમકમાં) તેને ચાર ગુણી કરવાથી ૨૮ સાગરોપમ થાય છે. આ જ રીતે પંકપ્રભામાં ૪૦ સાગરોપમ, ધૂમપ્રભામાં ૬૮ સાગરોપમ અને તમઃપ્રભામાં ૮૮ સાગરોપમની સ્થિતિ થાય છે. સંઘયણના વિષયમાં વાલુકાપ્રભામાં વજૠષભ- નારાચથી કીલિકા સુધી પાંચ સંઘયણવાળા જાય છે, પંકપ્રભામાં પ્રથમના ચાર સંઘયણવાળા, ધૂમપ્રભામાં પ્રથમ ત્રણ સંઘયણવાળા અને તમઃપ્રભામાં વજૠષભનારાચ અને નારાચ સંઘયણી, તે બે સંઘયણવાળા નૈરયકપણે ઉત્પન્ન થાય છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ છે.
વિવેચનઃ
૨૬
પ્રસ્તુત સૂત્રોમાં સંશીતિર્યંચપંચેન્દ્રિય જીવો બીજી નરકથી છઠ્ઠી નરક સુધીમાં ઉત્પન્ન થાય તેનું અતિદેશપૂર્વક નિરૂપણ છે.
સંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય મરીને શર્કરાપ્રભાથી છઠ્ઠી નરક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય ત્યારે રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થવા સંબંધી જે વક્તવ્યતા કહી છે, તે જ પ્રમાણે પરિમાણ આદિ સંપૂર્ણ વક્તવ્યતા છે. કેવળ તેની સ્થિતિમાં અંતર છે.
બીજી નરકના નૈરયિકોની સ્થિતિ જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે, તેથી તેમાં સંવેધ–કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ૧૨ સાગરોપમ થાય છે. આ રીતે સ્થિતિ અનુસાર નવ ગમક થાય.
ત્રીજી આદિ નરકના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૭, ૧૦, ૧૭, ૨૨, સાગરોપમની છે. પૂર્વપૂર્વની નરકપૃથ્વીઓમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે ત્યાર પછીની નરકપૃથ્વીઓમાં જઘન્ય સ્થિતિ છે, દરેક નરકમાં સ્થિતિ અને કાયસંવેધ તેની સ્થિતિ અનુસાર થાય છે.
સંઘયણ દ્વાર :– પહેલી, બીજી નરકમાં છ સંઘયણી, ત્રીજી નરકમાં પ્રથમ પાંચ સંઘયણી, ચોથી નરકમાં પ્રથમ ચાર સંઘયણી, પાંચમી નરકમાં પ્રથમ ત્રણ સંઘયણી, છઠ્ઠી નરકમાં પ્રથમ બે સંઘયણી અને સાતમી નરકમાં એક વજઋષભનારાચ સંઘયણી જીવો ઉત્પન્ન થઇ શકે છે.
સંજ્ઞી તિર્યંચની સાતમી નરકમાં ઉત્પત્તિઃ
|७४ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए अहेसत्तमाए पुढवीए णेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं बावीससागरोवमट्टिईएस, उक्कोसेणं तेत्तीससागरोवम- द्विईएस उववज्जेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
७५ तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! जहेव रयणप्पभाए व गमगा । लद्धी वि सच्चेव, णवरं वयरोसभणारायसंघयणी । इत्थिवेयगा ण उववज्जति, सेसं तं चैव जाव अणुबंधो त्ति । संवेहो भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई उक्कोसेणं सत्त भवग्गहणाईं। कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाइंदोहिं अंतोमुहुतेहिं अब्भहियाई,