________________
शत- २४ : उद्देश६-१
નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની ઋદ્ધિના બે બોલમાં જ તફાવત થાય છે– (૧) આયુષ્ય– ક્રોડપૂર્વ વર્ષનું તે જીવની ઋદ્ધિમાં જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યંત સર્વે ય આયુષ્ય હોવા છતાં ઉત્કૃષ્ટ ગમકથી જનાર દરેક સંશી તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય કેવળ ક્રોડ પૂર્વનું જ હોય છે. (૨) અનુબંધ– આયુષ્ય પ્રમાણે છે. આ રીતે કુલ ૧૦ નાણત્તા થાય છે.
૨૫
સંજ્ઞી તિર્યંચની બીજીથી છઠ્ઠી સુધીની નરકોમાં ઉત્પત્તિ ઃ
|७२ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए सक्करप्पभाए पुढवीए णेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं सागरोवमट्ठिईएसु, उक्कोसेणं तिसागरोवमट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત સંધ્યેયવર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, શર્કરાપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ७३ ते णं भंते! जीवा एग समएणं केवइया उववज्जंति ? गोयमा ! जहेव रयणप्पभाए उववज्जंतगस्स लद्धी सच्चेव णिरवसेसा भाणियव्वा जाव भवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं सागरोवमं अंत्तोमुहुत्तमब्भहियं, उक्कोसेणं बारस सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं रयणप्पभापुढविगमगसरिसा णव वि गमगा भाणियव्वा, णवरं - सव्वगमएसु वि णेरइयट्ठिई-संवेहेसु सागरोवमा भाणियव्वा, एवं जाव छट्टूपुढवि त्ति, णवरं - णेरइयठिई जा जत्थ पुढवीए जहण्णुक्कोसिया साणं व कमेणं चउगुणा कायव्वा ।
वालुयप्पभाए पुढवीए अट्ठावीसं सागरोवमाइं चउगुणिया भवंति, पंकप्पभाए चत्तालीसं, धूमप्पभाए अट्ठसट्ठि, तमाए अट्ठासीइं । संघयणाई - वालुयप्पभाए पंचविहसंघयणी, तं जहा - वयरोसहणारायसंघयणी जावखीलिया-संघयणी, पंकप्पभाए चउव्विहसंघयणी, धूमप्पभाए तिविहसंघयणी, तमाए दुविहसंघयणी, तं जहा - वयरोसभणारायसंघयणीय, उसभणारायसंघयणी य सेसं तं चेव ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ते वो, खेड समयमां डेटला उत्पन्न थाय छे ? उत्तर - हे गौतम! રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન ભવાદેશ સુધીની સંપૂર્ણ વક્તવ્યતા શર્કરાપ્રભા નરક પૃથ્વીમાં પણ કહેવી જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ૧૨ સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના ગમકની સમાન નવગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે નૈરયિકની સ્થિતિ અને સંવેધ સાગરોપમમાં જાણવા. અર્થાત્ પ્રથમ નરકની જેમ અહીં ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ નથી. આ રીતે યાવત્ છઠ્ઠી નરક પર્યંત જાણવું જોઈએ. જે નરકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કાલની હોય, તે જ ક્રમથી ચાર ગુણી કરવી જોઈએ.