________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
૨૩ ]
ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ७१ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! सो चेव सत्तमगमओ णिरवसेसो भाणियव्वो जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं सागरोवम पुव्वकोडीए अब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइंचउहि पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा । एवं एए णव गमगा। उक्खेकणिक्खेवओणवसु विजहेव असण्णीणं। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પરિમાણથી લઈને ભવાદેશ સુધીનું સંપૂર્ણ કથન સાતમા ગમકની સમાન જાણવું જોઈએ યાવત્ કાલાદેશની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર સાગરોપમ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે આ નવ ગમક થાય છે. આ નવ ગમકોનો પ્રારંભ અને ઉપસંહાર અસંજ્ઞીની સમાન છે. // ગમક-૯ || વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંખ્યય વર્ષાયુષ્ક પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઋદ્ધિ પ્રસ્તુત કરી છે, તે આ પ્રમાણે છે
(૧) ઉ૫પાત- સંજ્ઞી તિર્યંચ મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય- ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અસંજ્ઞી જીવો નરકમાં ઉત્પન્ન થાય ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વધુ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ સંજ્ઞી જીવો ગમે ત્યાં ઉત્પન્ન થાય છે તે સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિને પણ પ્રાપ્ત કરી શકે છે. (૨) પરિમાણ- એક સમયમાં જઘન્ય–૧,૨,૩ ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવો ઉત્પન્ન થઈ શકે છે. (૩) સંઘયણ– સંજ્ઞી જીવોને છ સંઘયણ હોય (૪) અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૧000 યોજનની છે. તેનાથી અધિક અવગાહના યુગલિક તિર્યચોમાં હોય છે. તે નરકમાં ઉત્પન્ન થતા નથી. (૫) સંસ્થાન- ૬ (૬) લેશ્યા- ૬ (૭) દષ્ટિ- ૩ (૮) જ્ઞાનાશાન- ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય. સંજ્ઞી તિર્યંચને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન થઈ શકે છે. (૯) યોગ૩ (૧૦) ઉપયોગ- ૨ (૧૧) સંજ્ઞા- ૪ (૧૨) કષાય-૪ (૧૩) ઈન્દ્રિય– ૫ (૧૪) સમઘાત– ૫. સંજ્ઞી તિર્યંચોને વૈક્રિયાદિ લબ્ધિ હોય શકે છે, તેથી તેને પાંચ સમુદ્યાત હોય છે (૧૫) વેદના- ૨ (૧૬) વેદ- ૩ (૧૭) આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. તેનાથી અધિક આયુષ્ય યુગલિક તિર્યંચોનું હોય છે. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત (૧૯) અનુબંધ – આયુષ્ય પ્રમાણે હોય. (૨૦) કાયવેધ– ભવાદેશ– સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, પ્રથમ નરકમાં ઉત્પન્ન થઈને પુનઃ તે જ ભવમાં ઉત્પન્ન થાય, તો ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. બે ભવ આ પ્રમાણે થાય છે, યથા– પહેલો ભવ સંજ્ઞી તિર્યચનો અને બીજો ભવ પ્રથમ નરકનો થાય, ત્યાર પછી તે જીવ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય, તો તેની તે પરંપરા બે ભવ પર્યત જ રહે છે. જો તે આઠ ભવ કરે તો તેની ભવ પરંપરા આ પ્રમાણે થાય છે– પ્રથમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, પછી નરક, ત્યાર પછી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ, પુનઃ નારક આ રીતે ચાર ભવ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના