________________
શતક—૨૪ : ઉદ્દેશક-૧
૨૧
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ગમકની સમાન સંપૂર્ણ વક્તવ્યતા જાણવી જોઈએ. પરંતુ તેના આઠ દ્વારોમાં તફાવત છે, યથા– (૧) અવગાહના— જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ હોય છે. (૨) લેશ્યા– તેને પ્રથમ ત્રણ લેશ્યાઓ હોય છે, (૩) દૃષ્ટિ− તે સમ્યગ્દષ્ટિ કે મિશ્રદષ્ટિ નથી, એક મિથ્યાદષ્ટિ જ હોય છે. (૪) જ્ઞાન– તે જ્ઞાની નથી, તેને બે અજ્ઞાન નિયમા હોય છે. (૫) સમુદ્કાત– તેમાં પ્રથમ ત્રણ સમુદ્દાત હોય છે. (૬, ૭, ૮) આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ– તેનું કથન અસંજ્ઞીની સમાન અર્થાત્ અંતર્મુહૂર્તનું આયુષ્ય, અપ્રશસ્ત અધ્યવસાય અને આયુષ્ય અનુસાર અનુબંધ હોય છે. શેષ સર્વ કથન પ્રથમ ગમકની સમાન છે યાવત્ કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ॥ ગમક–૪ ॥ ६४ सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो जहण्णेणं दसवाससहस्सट्ठिईएस, उक्कोसेण वि दसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा; ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! एवं सो चेव चउत्थो गमओ णिरवसेसो भाणियव्वो जाव कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तालीसं वाससहस्साइं चहिं अंतो- मुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્તસંધ્યેયવર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિય જીવો રત્નપ્રભામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય; તો તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ચોથા ગમકની સમાન જાણવું યાવત્ કાલથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાલીસ હજાર વર્ષ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક-૫ ॥
| ६५ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं सागरोवमट्ठिईएस उक्कोसेण वि सागरोवमट्ठिईएसु उववज्जेज्जा; ते णं भंते जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोमा ! एवं सो चेव चउत्थो गमओ णिरवसेसो भाणियव्वो जावकालादेसेणं जहणेणं सागरोवम अंतोमुहुत्तमब्भहियं उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્ત સંખ્યયવર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચ જીવો, રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય; તો તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ! અહીં ચોથા ગમકની સમાન કહેવું યાવત્ કાલથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૬ ॥ | ६६ उक्कोसकालट्ठियपज्जत्त-संखेज्जवासाउय-सण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभापुढविणेरइएसुडववज्जित्तए; सेणं भंते! केवइयकालट्ठिईएसउववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं सागरोवमट्ठिईएस उववज्जेज्जा ।