________________
શતક-૨૪: ઉદેશક-૧
_
[ ૧૭ ]
નાણા - નવ ગમકથી જનારા જીવોની ઋદ્ધિના વર્ણનના ૨૦ ધાર(બોલ) છે. તે વીસ બોલમાંથી કેટલાક બોલ દરેક ગમકમાં સમાન રહે છે અને કેટલાક બોલમાં ઔધિક ગમકની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટના ગમકોમાં વિશેષતા(તફાવત) થાય છે. જે બોલમાં તફાવત હોય તે બોલને નાણત્તા કહે છે. નાણત્તા એટલે જાણવા યોગ્ય વિશેષતા. તે નાણત્તાની સંગ્રાહક ગાથા આ પ્રમાણે છે
उच्चत्तमेव लेस्सादिट्ठी, नाणे य जोग समुग्घाए ।
आउ अणुबंध अज्झवसाणा, णव ठाणे नाणत्ता हुति ।। (૧) અવગાહના (૨) લેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) યોગ (૬) સમુદ્યાત (૭) આયુષ્ય (૮) અનુબંધ (૯) અધ્યવસાય. આ નવ બોલમાંથી કોઈ ગમકમાં નવે ય બોલોમાં અને કોઈ ગમકમાં હીનાધિક બોલોમાં વિશેષતા(નાણત્તા) થાય છે. ઉપરોક્ત સુત્રોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય તેનું વર્ણન છે. તેમાં પાંચ નાણત્તા થાય છે, યથાજઘન્ય ગમકમાં નાણા-૩ :- (૧) આયુષ્ય- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જ્યારે જઘન્ય ગમકથી રત્નપ્રભા નરક પૃથ્વીમાં જાય ત્યારે આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે. પ્રથમ ગમકની ઋદ્ધિમાં તેનું ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય છે પરંતુ જઘન્ય ગમકથી જનાર સર્વ અસંજ્ઞી તિર્યંચ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જ હોય છે. આ વિશેષતાના કારણે જઘન્ય ગમકમાં આયુષ્યનો નાણો થાય છે. (૨) અનુબંધ- અનુબંધ આયુષ્ય અનુસાર હોય છે. તે જીવ પ્રથમ ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય અને અનુબંધ હોય છે. પરંતુ જ્યારે જઘન્ય ગમકથી જાય ત્યારે તેનું અંતર્મુહૂર્તનું આયુષ્ય હોવાથી અનુબંધ પણ અંતર્મુહુર્તનો જ હોય છે, આ વિશેષતાના કારણે જઘન્ય ગમકમાં અનુબંધનો નાણત્તો થાય છે. આ રીતે જઘન્ય ગમકથી જાય તે જીવોને આ ત્રણ બોલમાં નાણત્તા થાય છે. (૩) અધ્યવસાય- તેની ઋદ્ધિમાં બંને પ્રકારના અધ્યવસાય છે પરંતુ અંતર્મુહૂર્તના આયુષ્ય નરકમાં જનારાને એક અપ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. આયુષ્યની સ્થિતિ દીર્ધકાલની હોય તો પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના અધ્યવસાય થઈ શકે પરંતુ જઘન્ય આયુષ્ય નરકમાં જવાનું હોવાથી તેને અપ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. આ વિશેષતાના કારણે જઘન્ય ગમકમાં અધ્યવસાયનો નાણો થાય છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા–૨:- (૧) આયુષ્ય ઉત્કૃષ્ટ ગમકમાં આયુષ્ય એક માત્ર ક્રોડપૂર્વ વર્ષનું જ હોય છે, તે જીવોમાં અને કોઈપણ આયુષ્ય હોતું નથી. પ્રથમ ગમકથી તેમાં આ વિશેષતાના કારણે આયુષ્યનો નાણત્તો થાય છે. ક્રોડપૂર્વ વર્ષનું હોય તે જીવ જઘન્ય આયુષ્ય પણ મરી શકે છે પરંતુ તેણે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવ્યું તે તેની વિશેષતા છે. (૨) અનુબંધ – આયુષ્ય અનુસાર માત્ર ક્રોડપૂર્વનો જ હોય છે. પ્રથમ ગમકથી અનુબંધમાં આ વિશેષતાના કારણે અનુબંધનો નાણ7ો થાય છે. આ રીતે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં જાય ત્યારે તેના કુલ નવ ગમક અને પાંચ નાણત્તા થાય છે. સંજ્ઞી તિર્યંચની પ્રથમ નરકમાં ઉત્પત્તિ :५० जइणंभंते !सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववति-किं संखेन्जवासाउय सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववजंति, असंखेज्जवासाउयसण्णि पंचिंदियतिरिक्ख जोणिहितो उववज्जति ? गोयमा ! संखेज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहितो उववज्जति, णो असंखेज्जवासाउय जावउववति ।