________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
૧૫]
વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક–લા.
આ રીતે ઔધિકના ત્રણ ગમક, જઘન્ય સ્થિતિના ત્રણ ગમક અને ઉત્કૃષ્ટ સ્થિતિના ત્રણ ગમક છે. સર્વ મળીને નવ ગમક થાય છે અર્થાત્ નવ ગમકના માધ્યમે અસંશી તિર્યંચનું નરકમાં ઉત્પત્તિ સંબંધી વર્ણન પૂર્ણ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઋદ્ધિનું કથન ૨૦ દ્વારથી કર્યું છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે. કાય સંધ :- તે કાયમાં, તે જીવસ્થાનોમાં રહેવાનો સમય. તેના બે પ્રકાર છે– (૧) ભવાદેશ(ભવની અપેક્ષાએ કાય વેધ). (૨) કાલાદેશ(કાલની અપેક્ષાએ કાય સંવેધ). ભવાદેશ - ભવ સંખ્યાનું કથન. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, નરકમાં ઉત્પન્ન થાય તો તે જીવ બે ભવ કરે છે. એક ભવ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનો અને બીજો ભવ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણાનો. કાલાદેશઃ-તે ભવોમાં જેટલો કાલ વ્યતીત થાય તેની ગણતરીને કાલાદેશથી કાય સંવેધ કહે છે. કાલાદેશનું કથન કરતા સૂત્રકારે સ્થાન અને ઘર બંનેની સ્થિતિમાંથી જેની સ્થિતિ અધિક હોય, તેને પ્રથમ લખી પછી અલ્પ સ્થિતિ સાથે “અધિક શબ્દ જોડીને કથન કર્યું છે. પ્રસ્તુત સંસ્કરણમાં પાઠકોની સુવિધાને નજરમાં રાખતાં ભાવાર્થ, વિવેચન અને ચાર્ટમાં સર્વત્ર એક રૂપતા જળવાઈ રહે તે લક્ષ્ય પહેલા જનાર જીવની અને ત્યાર પછી જીવ જ્યાં ઉત્પન્ન થાય છે તે ઘરની સ્થિતિનું કથન કર્યું છે.
ઔધિક, જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ય પ્રકારની સ્થિતિવાળા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો રત્નપ્રભા પૃથ્વીમાં ઔઘિક, જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ય પ્રકારની સ્થિતિએ ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારની વિવિધતાને સૂત્રકારે ૩*૩=૯ ગમક રૂપે દર્શાવેલ છે. સળેિ તે બવ માં મવતિ :- નરકાદિ દંડકોમાં જીવો નવ ગમકથી ગમનાગમન કરે છે. વર્તમાન ભવમાં જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવો મરીને ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થઈ શકે છે. કોઈક જઘન્ય સ્થિતિવાળા જીવ ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પામે છે, તો કોઈક ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. કોઈક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવ આગામી ભવમાં ઉત્પત્તિ સ્થાનમાં જઘન્ય સ્થિતિ પામે, તો કોઈક જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. આ રીતે જીવો વર્તમાન ભવ અને આગામી ભવની જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિએ ગમન કરે છે. તેના ગમનાગમનના પ્રકારોને ગમત-ગમ્મા કહેવામાં આવે છે, તે ગમક કુલ નવ છે.
દિયા uિખ મા- ઔધિક એટલે સમુચ્ચય સ્થિતિ. જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ તેમજ સર્વ સ્થિતિઓ જેમાં સમાવિષ્ટ હોય તે ઔઘિક. ઔધિક સ્થિતિથી ત્રણ ગમ્મા થાય છે, યથા- (૧)
ઔધિક-ઔધિક (૨) ઔધિક-જઘન્ય (૩) ઔધિક ઉત્કૃષ્ટ. કહvoluવિપતિ મ - જઘન્ય સ્થિતિથી ત્રણ ગમ્મા થાય છે, યથા– (૩) જઘન્ય-ઔધિક (૫) જઘન્ય-જઘન્ય (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ. ૩ોણoliફિજિનિ - ઉત્કૃષ્ટસ્થિતિથી ત્રણગમ્મા થાય છે, યથા- (૭) ઉત્કૃષ્ટ-ઔધિક (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ
આ નવે નવ ગમ્મામાં બે-બે શબ્દોનો પ્રયોગ છે, યથા– ઔઘિક-ઔઘિક, ઔઘિક-જઘન્ય વગેરે. તેમાં પ્રથમ શબ્દ વર્તમાન ભવની સ્થિતિને સૂચિત કરે છે અને બીજો શબ્દ ઉત્પત્તિ સ્થાનની સ્થિતિ સૂચિત