________________
[ ૬૪૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
गमओ जहा ओहियउद्देसएसु, सेसंतं चेव । एवं एए छसुलेस्सासुचउवीसं उद्देसगा,
ओहिया चत्तारि, सव्वेते अट्ठावीसं उद्देसगा भवति । । सेवं भते ! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તેજોલેશી રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. પરંતુ જ્યાં તેજોવેશ્યા પ્રાપ્ત થતી હોય, ત્યાં તેનું કથન કરવું જોઈએ. કૃષ્ણલેશ્યાની સમાન તેના પણ ચાર ઉદ્દેશક જાણવા. તે જ રીતે પદ્મવેશ્યાના પણ ચાર ઉદ્દેશક જાણવા. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિક દેવોમાં પાલેશ્યા હોય છે. શેષ દંડકમાં નથી.
પાલેશ્યા અનુસાર શુક્લલશ્યાના પણ ચાર ઉદ્દેશકો કહેવા જોઈએ, પરંતુ મનુષ્યોનું કથન ઔધિક ઉદ્દેશક અનુસાર છે, શેષ પૂર્વવત્ છે. આ રીતે છ લેશ્યાના ચોવીસ ઉદ્દેશક થાય છે અને ચાર ઔધિક ઉદ્દેશક છે. આ રીતે સર્વ મળીને ૨૮ ઉદ્દેશક થાય છે. તે હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | II ઉદ્દેશક–૧૭થી ૨૮ .. વિવેચન :
કષણ, નીલ અને કાપોતલેશ્યા- જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ત્રણ અશુભ લેશ્યા હોતી નથી, બાવીસ દંડકના જીવોમાં હોય છે. તેજલેગ્યા-જ્યોતિષી, વૈમાનિક દેવોમાં, પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં તેજો વેશ્યા હોય છે. તેલ, વાયુ, ત્રણ વિકસેન્દ્રિય અને નૈરયિકોમાં તેજો લેશ્યા નથી. પદ્મ અને શુક્લ લેશ્યા– વૈમાનિક દેવોમાં, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય છે. શેષ ૨૧ દંડકમાં હોતી નથી.
જે સ્થાનમાં જે વેશ્યા હોય તેમાં જ ઉત્પત્તિ આદિ દ્વારનું કથન થાય છે. ૨૪ દંડકમાંથી મનુષ્યો જ આત્મસંયમથી જીવન વ્યતીત કરી શકે છે. કોઈ પણ જીવો શુક્લ વેશ્યાના પરિણામમાંથી જ અલેશી અને અક્રિય થાય છે અને ત્યાર પછી સિદ્ધ થઈ શકે છે. તેથી અન્ય લેગ્યામાં અલેશી કે અક્રિય થઈ શકતા નથી.
આ રીતે એક-એક વેશ્યામાં ચાર રાશિમુશ્મની અપેક્ષાએ ચાર ઉદ્દેશક થાય છે. તેથી છ લેશ્યાના ૬૪૪=૨૪+૪ ઔધિક = ૨૮ ઉદ્દેશક થાય છે.
છે શતક ૪૧/૨ થી ૨૮ સંપૂર્ણ