________________
શ્રી ભગવતી સૂત્ર–૫
२३ जइ णं भंते! सकिरिया - तेणेव भवग्गहणेणं सिज्झति जाव सव्वदुक्खाणं अंत રતિ ? નોયના ! ળો ફળદ્દે સમકે। વાળમંતÎોસિય-વેમાળિયા ના ખેરડ્યા । । સેવ મતે ! સેવ મતે ! ॥
FE
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સક્રિય હોય છે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું કથન નૈયિકોની સમાન છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકાદિની ઉત્પત્તિ આદિનું નિરૂપણ છે. રાશિયુગ્મ-મૃતયુગ્મ :- · યુગ્મ શબ્દ યુગલવાચક પણ છે, તેથી તેની સાથે ‘રાશિ’ વિશેષણનો પ્રયોગ કર્યો છે. તેના ચાર પ્રકાર છે મૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. તેનું સ્વરૂપ સૂત્રમાં સ્પષ્ટ કર્યું છે. જે રાશિયુગ્મ કૃતયુગ્મ પરિમાણ હોય, તેને રાશિ-યુગ્મ કૃતયુગ્મ કહે છે.
ઉત્પત્તિનું કારણ ઃ– સર્વ જીવોની ઉત્પત્તિમાં આત્મ-અયશ અર્થાત્ આત્મ અસંયમ જ કારણ બને છે, કારણ કે ઉત્પત્તિ સમયે સર્વ જીવો અવિરત હોય છે.
આયનાં ભયમનસ:-આત્મયશ, આત્મ અયશ. યશ એ સંયમનો પર્યાય વાચી શબ્દ છે. તેથી આત્મયશ એટલે આત્મસંયમ અને આત્મ અયશ એટલે આત્મ અસંયમ.
રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક આદિ ચોવીસે દંડકના જીવોની આગતિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર છે. તે સાન્તર અને નિરંતર ઉત્પન્ન થાય છે. વનસ્પતિને છોડીને શેષ દંડકના જીવો ચાર, આઠ, સોળ યાવત્ સંખ્યાત અને અસંખ્યાત ઉત્પન્ન થાય અને વનસ્પતિમાં અનંત જીવો પણ ઉત્પન્ન થઈ શકે છે.
સર્વ દંડકના જીવોની ઉત્પત્તિ આત્મ અસંયમથી થાય છે. એક મનુષ્યને છોડીને સર્વ દંડકના જીવો અસંયમના ભાવમાં જ જીવન વ્યતીત કરે છે. તે સલેશી અને સક્રિય હોય છે. તેથી તે જ ભવમાં સિદ્ધ થતા નથી.
મનુષ્યના જીવો આત્મસંયમ અને આત્મ અસંયમ તે બંને પ્રકારે જીવન વ્યતીત કરે છે. તે સલેશી અને અલેશી, સક્રિય અને અક્રિય બંને હોય છે. જે અક્રિય હોય છે તે, તે જ ભવમાં સિદ્ધ થાય છે.
|| શતક ૪૧/૧ સંપૂર્ણ ॥