________________
શતક-૪૧: ઉદ્દેશક-૧
[ ૩૫ |
જીવન વ્યતીત કરે છે કે આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યો આત્મસંયમથી જીવન વ્યતીત કરે છે અને આત્મ અસંયમથી પણ જીવન વ્યતીત કરે છે. १६ जइणं भंते ! आयजसं उवजीवंति-किंसलेस्सा, अलेस्सा? गोयमा !सलेस्सा वि अलेस्सा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો આત્મ સંયમપૂર્વક જીવન વ્યતીત કરે છે, તો તે શું સલેશી હોય છે કે અલેશી? ઉત્તર– તે ગૌતમ! તે સલેશી પણ હોય છે અને અલેશી પણ હોય છે. १७ जइणंभते! अलेस्सा-किंसकिरिया,अकिरिया? गोयमा!णोसकिरिया,अकिरिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે અલેશી હોય છે, તો તે શું સક્રિય હોય છે કે અક્રિય? ઉત્તર- હે ગૌતમ ! તે સક્રિય નહીં, પણ અક્રિય હોય છે. १८ जइणं भंते ! अकिरिया-तेणेव भवग्गहणेणं सिझंति जावसव्वदुक्खाणं अंतं करेंति? हंता गोयमा !सिज्झति जावसव्वदुक्खाणं अंत करेति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો તે મનુષ્યો અક્રિય હોય છે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હા, ગૌતમ ! તે સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. १९ जइणंभते!सलेस्सा-किंसकिरिया,अकिरिया? गोयमा!सकिरिया,णोअकिरिया। ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! જો તે મનુષ્યો સલેશી હોય છે, તો શું સક્રિય હોય છે કે અક્રિય? ઉત્તરહે ગૌતમ! તે સક્રિય હોય છે, અક્રિય નથી. २० जइणं भंते ! सकिरिया- तेणेव भवग्गहणेणं सिझंति जावसव्वदुक्खाणं अंत करेति? गोयमा ! अत्थेगइया तेणेव भवग्गहणेणं सिझति जाव अंत करेंति,अत्थेगइया णोतेणेव भवग्गहणेणं सिझंति जावअंतं करेति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો સક્રિય હોય છે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે અને કેટલાક જીવો તે જ ભવમાં સિદ્ધ થતા નથી યાવત્ સર્વ દુઃખોનો અંત કરતા નથી. २१ जइणं भंते! आयअजसं उवजीवंति-किंसलेस्सा, अलेस्सा? गोयमा!सलेस्सा, णो अलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે મનુષ્યો આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે, તો તે શું સલેશી હોય છે કે અલેશી હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સલેશી હોય છે, અલેશી નથી.
२२ जइणंभंते!सलेस्सा-किंसकिरिया,अकिरिया? गोयमा!सकिरिया,णो अकिरिया। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો તે મનુષ્યો સલેશી હોય, તો તે શું સક્રિય હોય છે કે અક્રિય? ઉત્તરહે ગૌતમ! તે સક્રિય હોય છે, અક્રિય નથી.