________________
શતક-૪૦: અવાંતર શતક-૨ થી ૭.
[ ૨૧]
કૃતયુગ્મ કૃતયુગ્મ કાપોતલેશી સંજ્ઞી પંચેન્દ્રિય:|४ एवं काउलेस्ससयंपि, णवर-संचिट्ठणा जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं तिण्णि सागरोवमाइंपलिओवमस्स असंखेज्जइभागमभहियाई । एवं ठिईए वि । एवं तिसुवि કપણુ, સંત વેલા છે તેવું મને સેવા મેતે !! ભાવાર્થઃ- આ જ રીતે કાપોટલેડ્યાના વિષયમાં પણ એક શતક છે. વિશેષમાં કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. સ્થિતિ પણ આ જ પ્રકારે છે તથા આ રીતે ત્રણે ય (૧,૩,૫) ઉદ્દેશકો જાણવા. શેષ ઉદ્દેશકોનું કથન પૂર્વવત્ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
કાપોતલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉપપાતાદિ દ્વારનું કથન પણ કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. તેમાં પણ એકથી છ ગુણસ્થાન જ હોય છે. તેની સ્થિતિમાં તફાવત છે. કાપોતલેશ્યા–સ્થિતિ - ત્રીજી નરક પૃથ્વીમાં રહેનારા નારકોની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ હોય છે અને ત્યાં કાપોતલેશ્યા હોય છે, તેથી પૂર્વોક્ત સ્થિતિ ઘટિત થાય છે. // આવાંતર શતક-૪ || કૃતયુગ્મ-કૃતયુગ્મ તેજોલેશી સંજ્ઞી પંચેન્દ્રિય - | ५ एवं तेउलेस्सेसुवि सयं, णवरं-संचिट्ठणा जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दो सागरोवमाइंपलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। एवं ठिईएवि, णवरं- णोसण्णो वउत्ता वा । एवं तिसु वि उद्देसएसु, सेसंतंचेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- તેજોલેશ્યાનું શતક પણ આ જ પ્રકારે છે. વિશેષમાં તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. સ્થિતિ પણ આ જ પ્રકારે છે. અહીં નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. આ રીતે ત્રણ ઉદ્દેશકોમાં પણ સમજવું જોઈએ. શેષ પૂર્વવત્ છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
તેજોલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન પણ પૂર્વવતુ જાણવું. તેમાં એકથી સાત ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિમાં તફાવત છે. તેજલેશ્યાની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ઈશાન દેવલોકના દેવોની અપેક્ષાએ બે સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક છે. તે દેવોને તેજલેશ્યા હોય છે. નોસંજ્ઞોપયુક્ત – તેજોલેશી જીવને ચાર સંજ્ઞા હોય છે, તે ઉપરાંત તેજોલેશી નોસંજ્ઞોપયુક્ત પણ થઈ શકે છે. કારણ કે સાતમા અપ્રમત્ત ગુણસ્થાને જીવ સંજ્ઞાના પરિણામથી રહિત હોય તેથી તે નોસંજ્ઞોપયુક્ત કહેવાય છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. આ અવતાર શતક-૫ સંપૂર્ણ II