________________
૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
છે જેમાં તેના અગિયાર ઉદ્દેશકોનું સંક્ષિપ્ત કથન છે.
અહીં કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયના ૩૩ દ્વાર ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. પરંતુ કેટલાક તારોમાં વિશેષતા છે. કારણ કે કૃષ્ણલેશી જીવોને એક થી છ ગુણસ્થાન જ હોય છે.
(૧) બંધ– તે સાત કર્મના નિયમતઃ બંધક હોય છે અને આયુષ્ય કર્મના બંધક-અબંધક બને હોય છે. તે ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની જેમ છે કે એક કર્મના બંધક થઈ શકતા નથી. (૨) વેદન- આઠ કર્મનું વેદન. શાતા અશાતા બંને વેદના હોય છે. (૩) ઉદય-આઠ કર્મોનો ઉદય. (૪) ઉદીરણા-છ, આઠ અથવા સાત કર્મની ઉદીરણા. (૫) લેયા- કૃષ્ણલેશ્યા. () બંધક- સાત કર્મ બંધક અથવા આઠ કર્મના બંધક હોય છે. (૭) સંશા– ચાર સંજ્ઞા હોય, તે નોસંજ્ઞોપયુક્ત થઈ શકતા નથી. (૮) કષાય- ચાર કષાય હોય, તે અકષાયી થઈ શકતા નથી,(૯) વેદ- ત્રણ વેદ હોય, તે અવેદી થઈ શકતા નથી. (૧૦) વેદ બંધક- ત્રણ વેદના બંધક હોય, વેદના અબંધક થતા નથી. (૧૧) કાય સ્થિતિ જઘન્ય- એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ.
અહીં કૃષ્ણલેશ્યાની કાયસ્થિતિ સાતમી નરક પૃથ્વીના નૈરયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અને પૂર્વભવના અંતિમ પરિણામની અપેક્ષાએ અંતર્મુહૂર્ત અધિક ગણતા અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ થાય છે.
(૧૨) સ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. શેષ દ્વારનું કથન પૂર્વવત્ જાણવું. ઉદ્દેશક–૨ થી ૧૧ નું કથન ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયના તે-તે ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ અહીં કેવળ કૃષ્ણલેશ્યાનું જ કથન કરવું. // અવાંતર શતક–૨ સંપૂર્ણ II કૃતયુગ્મ કૃતયુગ્મ નીલ લેશી સંજ્ઞી પંચેન્દ્રિયઃ| ३ एवंणीललेस्सेसु विसयं, णवरं- संचिट्ठणा जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दस सागरोवमाइं पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। एवं ठिईए । एवं तिसु उद्देसएसु, सेसंतंचेव । ॥ सेवं भंते ! सेवं भंते !॥ શબ્દાર્થ – સંવિ૬ = કાયસ્થિતિ. ભાવાર્થ- નીલલેશી જીવોનું સંપૂર્ણ કથન કષ્ણલેશી અવાંતર શતકની સમાન છે. વિશેષમાં તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમ છે. સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. આ રીતે પહેલો, ત્રીજો અને પાંચમો, આ ત્રણ ઉદ્દેશક એક સમાન છે. શેષ ઉદ્દેશકોનું કથન પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
નીલલેશ્યામાં છ ગુણસ્થાન હોય છે. તેથી નીલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉપપાતાદિ દ્વારનું કથન કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. તેની સ્થિતિમાં તફાવત છે. નીલલેશ્યાની સ્થિતિ - પાંચમી નરક પૃથ્વીમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિકાદશ સાગરોપમનું આયુષ્ય છે અને ત્યાં નીલલેશ્યા છે. અહીં પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્તનો સમાવેશ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જ થઈ જાય છે. તેથી અંતર્મુહૂર્તનું પૃથક કથન કર્યું નથી.// અવાંતર શતક-૩ સંપૂર્ણ .