________________
શતક-૪૦: અવાંતર શતક-૨ થી ૭
[ ૧૯]
શતક-૪૦
R
અવાન્તર શતક-ર થી ૭
કૃતયુગ્મ-કૃતયુગ્મ કૃષ્ણલેશી સંજ્ઞીપંચેન્દ્રિયઃ| १ कण्हलेस्सकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णंभंते!कओ उववज्जति ? गोयमा! जहा पढमुद्देसओसण्णीणं । णवरबंधो वेओ उदयी उदीरणा लेस्सा बंधगसण्णा कसाय वेयबंधगाय एयाणि जहा बेइंदियाणं । कण्हलेस्साणं वेओतिविहो, अवेयगाणत्थि । संचिट्ठणा जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं अंतोमुत्तमब्भहियाई। एवं ठिईए वि, णवरं-ठिईए अंतोमहुत्तमब्भहियाइंण भण्णति । सेसं जहा एएसिं चेव पढमे उद्देसए जावअणतखुत्तो। एवं सोलससु वि जुम्मेसु । । सेव भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંજ્ઞીના પ્રથમ અવાંતર શતકના પ્રથમ ઉદ્દેશક અનુસાર સર્વ વર્ણન છે. વિશેષમાં બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદ-બંધક, આ સર્વનું કથન બેઇન્દ્રિયની સમાન છે. કૃષ્ણલેશી સંજ્ઞીને ત્રણ વેદ હોય છે, તે અવેદક હોતા નથી. કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની અને સ્થિતિ પણ તે જ પ્રકારે છે. સ્થિતિમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન જાણવું કાવત્ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૬ મહાયુગ્મોમાં જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. IT ઉદ્દેશક–૧/. | २ पढमसमयकण्हलेस्सकडजुम्मकडजुम्मसण्णिपंचिंदियाणंभते !कओउववज्जति? गोयमा!जहा सण्णिपंचिंदियपढमसमयउद्देसए तहेव णिरवसेसं। णवरं-तेणं भंते!जीवा कण्हलेस्सा ? हंता कण्हलेस्सा, सेसंतं चेव । एवं सोलससु वि जुम्मेसु । एवं एए वि एक्कारस वि उद्देसगा कण्हलेस्ससए । सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ સમયના સંજ્ઞી પંચેન્દ્રિયોના ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ વર્ણન જાણવું. વિશેષમાં પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો કૃષ્ણલેશી હોય છે? ઉત્તર- હા, ગૌતમ! તે કષ્ણલેશી હોય છે. શેષ પૂર્વવતુ છે. આ રીતે સોળ મહાયુગમો જાણવા. આ રીતે કૃષ્ણલેશ્યા શતકમાં તે પ્રમાણે જ અગિયાર ઉદ્દેશક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો તેમજ છે. . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અવાંતર શતક-૨ ના અંતર્ગત કૃષ્ણલેશી કૃતયુગ્મકતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું વર્ણન