________________
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ સંશી પંચેન્દ્રિય ઃ- અહીં ઉત્પત્તિના પ્રથમ સમયવર્તીજીવોની વિવસા હોવાથી પર્યાપ્તાવસ્થાભાવી ભાવો તેમાં હોતા નથી. તેથી ૩૩ દ્વા૨ માંથી ૨૦ દ્વારોમાં વિશેષતા છે, થયા–
e
(૧) અવગાહના— જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. (૨) સાત કર્મનો બંધ હોય, આયુષ્યનો અબંધ હોય. (૩) વેદના- શાતા-અશાતામાંથી એક (૪) ઉદય- આઠ કર્મનો હોય. (૫) ઉદીરણા– આયુષ્યની ઉદીરણા થતી નથી, વેદનીયકર્મની વિકલ્પે થાય છે. છ કર્મની ઉદીરણા નિયમા થાય. (૬) દૃષ્ટિ– સમ્યગ્ અને મિથ્યા બે દષ્ટિ હોય, મિશ્ર દષ્ટિ નથી. (૭) જ્ઞાન– પ્રથમ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. (૮) યોગ– એક કાયયોગ હોય છે, મનયોગ અને વચનયોગ નથી. (૯) ઉચ્છ્વાસ– નોઉચ્છવાસનોનિઃશ્વાસક હોય. (૧૦) વિરતિ– અવિરતિ હોય. (૧૧) બંધક– સાત કર્મના બંધક હોય. અન્ય વિકલ્પ ન હોય. (૧૨) સંશા– ચાર સંજ્ઞા હોય, નોસંજ્ઞોપયુક્ત થતા નથી. (૧૩) કષાય– ચાર કષાય હોય, અકષાયી થઈ શકતા નથી. (૧૪) વેદ– ત્રણ વેદ હોય, અવેદી થઈ શકતા નથી. (૧૫) વેદ બંધક— ત્રણે વેદના બંધક હોય, વેદના અબંધક થતા નથી. (૧૬) કાયસ્થિતિ– એક સમય. (૧૭) સ્થિતિએક સમય. (૧૮) સમુદ્કાત– પ્રથમ બે સમૃદ્ઘાત.(૧૯) મરણ– મરણ થતું નથી. (૨૦) ઉર્તન– નથી. શેષ દ્વારનું કથન પ્રથમોદેશકની સમાન છે. શેષ ઉદ્દેશકોનું કથન એકેન્દ્રિયોર્દેશક અનુસાર છે.
।। શતક-૪૦/૧/ ૧ થી ૧૧ સંપૂર્ણ
|| અવાંતર શતક ૧ સંપૂર્ણ ॥