________________
[ રર ]
શ્રી ભગવતી સત્ર-૫
કૃતયુગ્મ કૃતયુગ્મ પદ્મલેશી સંજ્ઞી પંચેન્દ્રિય:
६ जहा तेउलेस्ससयंतहा पम्हलेस्ससयं पि । णवरं संचिट्ठणा जहण्णेणं एक्क समय, उक्कोसेणं दस सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई । एवं ठिईए वि, णवरंअंतोमुहुत्तं ण भण्णइ, सेसंतंचेव । एवं एएसुपंचसुसएसुजहा कण्हलेस्ससए गमओ तहा णेयव्वो जाव अणंतखुत्तो । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ:- તેજોવેશ્યાના શતકની સમાન પધલેશ્યાનું શતક છે. તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે. સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. તેમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું જોઈએ. શેષ પૂર્વવત્ છે, આ રીતે પાંચ શતકોમાં કૃષ્ણલેશ્યા શતકની સમાન ગમક જાણવા જોઈએ. યાવતું પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે વિવેચન -
પાલેશી કતયુગ્મ-મૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન તેજોલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. તેમાં પણ એકથી સાત ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિમાં તફાવત છે. પાલેશ્યાની સ્થિતિ :- પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ, પાંચમા બ્રહ્મલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્ત સહિત દશ સાગરોપમની છે. તે અવાંતર શતક-૬ સંપૂર્ણ કૃતયુગ્મ કૃતયુગ્મ શુક્લકેશી સંજ્ઞી પંચેન્દ્રિય - |७ सुक्कलेस्ससयंजहा ओहियसयं, णवरं-संचिट्ठणा ठिई य जहा कण्हलेस्ससए। सेसं तहेव जाव अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – શુક્લલેશ્યાનું શતક પણ ઔવિક શતકની સમાન છે. તેની કાયસ્થિતિ અને સ્થિતિ કૃષ્ણલેશ્યા શતકની સમાન છે. શેષ ઔઘિક શતક સમાન છે યાવતુ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે. // હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
શુક્લલશી કૃતયુમ-કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. કારણ કે શુક્લલેશ્યામાં પણ એક થી બાર ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ કૃષ્ણલેશ્યાની સમાન છે. શુક્લલશ્યાની સ્થિતિ પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્ત સહિત અનુત્તર વિમાનના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે.
| | શતકઃ ૪૦/ર/ર થી ૭ સંપૂર્ણ
|