SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૪૦: અવાંતર શતક-૧ ૧૫ | | ३ ते णं भंते! जीवा किं सत्तविहबंधगा वा अट्ठविह बंधगा वा छव्विहबंधगा वा एगविहबंधगावा? गोयमा !सत्तविहबंधगा वा जावएगविहबंधगावा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવ સપ્તવિધ કર્મબંધક, અષ્ટવિધ કર્મબંધક, પવિધ કર્મબંધક કે એકવિધ કર્મબંધક છે? ઉત્તર- હે ગૌતમ! તે સખવિધ કર્મબંધક યાવત એકવિધ કર્મબંધક હોય છે. ४ तेणंभंते!जीवा किं आहारसण्णोवउत्ता जावपरिग्गहसण्णोवउत्तावा,णोसण्णोवउत्ता वा? एवं सव्वत्थ पुच्छा भाणियव्वा । गोयमा!आहारसण्णोवउत्ता जावणोसण्णोवउत्ता वा । कोहकसायी वा जावलोभ कसायी वा अकसायी वा । इत्थीवेयगा वा पुरिसवेयगा वा णपुंसगवेयगा वा अवेयगा वा। इत्थिवेयबंधगा वा पुरिसवेयबंधगा वाणपुंसगवेयबंधगा वा अबंधगावा । सण्णी, णो असण्णी । सइंदिया, णो अणिंदिया । संचिट्ठणा जहण्णेणं एक्कं समयं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । आहारो तहेव जावणियमंछद्दिसि । ठिई जहण्णेणं एक्कं समय, उक्कोसेणतेत्तीससागरोवमाई। छ समुघाया आदिल्लगा। मारणतियसमुग्घाए णं समोहया वि मरति, असमोहया वि मरति । उव्वट्टणा जहेव उववाओ, ण कत्थइ पडिसेहो जावअणुत्तरविमाण त्ति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો આહારસંજ્ઞોપયુક્ત યાવતું પરિગ્રહસંજ્ઞોપયુક્ત અથવા નોસંજ્ઞોપયુક્ત હોય છે? આ રીતે સર્વ કારોના પ્રશ્ન કરવા જોઈએ. ઉત્તર- હે ગૌતમ! તે આહારસંશોપયુક્ત યાવત નોસંજ્ઞોપયુક્ત હોય છે, તે ક્રોધકષાયી યાવત લોભકષાયી અથવા અકષાયી હોય છે. તે સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અથવા અવેદક હોય છે. તે સ્ત્રીવેદ બંધક, પુરુષવેદ બંધક, નપુંસકવેદબંધક અથવા અબંધક હોય છે. તે સંજ્ઞી હોય છે, અસંજ્ઞી નથી. તે સઇન્દ્રિય હોય છે, અનિષ્ક્રિય નથી. તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ હોય છે. આહારના વિષયમાં પૂર્વવત્ યાવત્ નિયમાં છ દિશાનો આહાર લે છે, સ્થિતિ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તેને પ્રથમ છ સમુદ્યાત હોય છે, મારણાંતિક સમુદ્યાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત પણ મરે છે. ઉદ્વર્તનાનું કથન ઉપપાતની સમાન છે. કોઈ પણ સ્થાનનો નિષેધ નથી થાવ અનુત્તર વિમાન સુધી જાણવું. | ५ अह भंते ! सव्वपाणा जावअणंतखुत्तो। एवं सोलससुवि जुम्मेसुभाणियव्वं जाव अणंतखुत्तो, णवरं- परिमाणं जहा बेइदियाणं, सेसंतहेव । ભાવાર્થઃ- પ્રગ્ન-હે ભગવન્! સર્વ પ્રાણ, ભૂત, સત્વ સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત અનંતવાર ઉત્પન્ન થયા છે? ઉત્તર- હે ગૌતમ! પહેલા અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયા છે. આ રીતે સોળ યુગ્મોમાં થાવતુપૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે. પરિમાણ બેઇન્દ્રિયોની સમાન છે. શેષ પૂર્વવત્ જાણવું. ઉદ્દેશક–૧ી વિવેચન : - પ્રસ્તુત અવાંતર શતકમાં સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મનું ૩૩ દ્વારના માધ્યમથી વર્ણન છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy