________________
૬૧૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
સંજ્ઞી પંચેન્દ્રિયમાં ચારે ગતિના જીવોનો સમાવેશ થાય છે. મનુષ્યની એપક્ષાએ તેમાં બાર ગુણસ્થાન હોય છે. તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી કેવળી ભગવાન નોસંજ્ઞી-નોઅસંશી કહેવાય છે, તેથી તેનો સમાવેશ અહીં સંજ્ઞી પંચેન્દ્રિયમાં થતો નથી. કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી જીવોના ઉપપાત આદિ ૩૩ દ્વારોનું સૂત્રમાં સંક્ષિપ્ત કથન છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, યથા
(૧) ઉપપાતચાર ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. નરક, તિર્યંચ અને મનુષ્યગતિમાં સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવોની જ ઉત્પત્તિ થાય છે. દેવગતિમાં સંખ્યા અને અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. આ રીતે પંચેન્દ્રિય સામાન્યમાં સર્વ જીવોની ઉત્પત્તિ થાય છે. (૨) પરિમાણ– ૧૬, ૩ર, ૪૮ સંખ્યાત, અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે. અન્ય મહાયુગ્મોમાં સંખ્યા તે-તે પ્રમાણે જાણવી. (૩) અપહાર સમયે સમયે એક-એક જીવનો અપહાર થાય તો અસંખ્યાત અવસર્પિણી, ઉત્સર્પિણી કાલ વ્યતીત થાય છે. (૪) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧000 યોજનની છે. (૫) બંધ- વેદનીય કર્મના બંધક હોય છે અને શેષ ૭ કર્મોના બંધક-અબંધક બંને હોય છે. (૬) વેદના- શાતા અથવા અશાતા, બંને પ્રકારની વેદના હોય છે. (૭) ઉદય- સાત કર્મના ઉદયની નિયમા અને મોહનીય કર્મની ભજના છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન સુધી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મોહનીય કર્મનો ઉદય અવશ્ય હોય છે. ઉપશાંતમોહ અને ક્ષીણમોહ બંને ગુણસ્થાનમાં જીવોને મોહનીય કર્મનો ઉદય નથી. શેષ સાત કર્મોનો ઉદય અવશ્ય હોય છે. (૮) ઉદીરણા- નામ અને ગોત્ર કર્મોના ઉદીરક, શેષ છ કર્મોના ઉદીરક-અનુદીરક બંને હોય છે. ગુણસ્થાનની અપેક્ષાએ ઉદીરણા માટે ચાર્ટ જુઓ. (૯) વેશ્યા- છ લેશ્યા. (૧૦) દષ્ટિ-ત્રણ દષ્ટિ (૧૧) જ્ઞાન-ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન (૧૨) યોગ– મન, વચન, કાયા. (૧૩) ઉપયોગ-સાકાર, અનાકારોપયોગ (૧૪) વર્ણાદિ– તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય છે. (૧૫) ઉચ્છવાસ- ઉચ્છવાસ, નિઃશ્વાસક અને નોઉચ્છવાસ નોનિઃશ્વાસક હોય. (૧૬) આહારક આહારક હોય, વિગ્રહ ગતિમાં અનાહારક હોય. (૧૭) વિરતિ-વિરત, અવિરત અને વિરતાવિરત હોય. (૧૮) ક્રિયા- સક્રિય હોય, અક્રિય નથી. (૧૯) બંધક– આઠ, સાત, છ અથવા એક કર્મના બંધક હોય. આયુષ્ય કર્મનો બંધ થાય ત્યારે આઠ કર્મનો બંધ, આયુષ્ય ન બંધાય ત્યારે સાત કર્મનો બંધ, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને છે કર્મનો બંધ અને ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ ગુણસ્થાને એક વેદનીય કર્મનો બંધ કરે છે. (૨૦) સંજ્ઞા- ચાર સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત હોય છે. (૨૧) કષાયસકષાયી અને અકષાયી, બંને હોય છે. (૨૨) વેદ-ત્રણ વેદી અને અવેદી હોય છે (૨૩) વેદ બંધક-ત્રણ વેદના બંધક અને અબંધક હોય છે. (૨૪) સંજ્ઞી- સંજ્ઞી છે. (૨૫) ઈન્દ્રિય- સઇન્દ્રિય હોય. (૨૬) સંવેધ– તેનો સંવેધ થતો નથી. (૨૭) કાયસ્થિતિ- તે યુગ્મયુક્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ સાધિક છે કારણ કે પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ તેટલી જ છે. (૨૮) આહાર– તે જીવો ત્રસનાડીમાં જ હોવાથી છ દિશાનો આહાર ગ્રહણ કરે. (૨૯) સ્થિતિ- જઘન્ય એક સમય(સંખ્યાની અપેક્ષાએ), ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેની કતયુગ્મ કયુગ્મ રાશિમાં પરિવર્તન થાય તો જઘન્ય સ્થિતિ એક સમયની ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નારકી, દેવતાની અપેક્ષાએ છે. (૩૦) સમુઘાતપ્રથમ છ સમુદ્યાત હોય, કેવળી સમુદ્યાત નથી. (૩૧) મરણ- સમવહત અને અસમવહત બંને પ્રકારના મરણ હોય. (૩ર) ઉદ્વર્તન- ચાર ગતિમાં જાય. (૩૩) સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ પૂર્વે અનેકવાર અથવા અનંતવાર તે રૂપે ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૬ મહાયુગ્મમાં ૩૩ દ્વારનું કથન જાણવું.
| | ઉદ્દેશક–૧II