________________
૧૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૦ : સંજ્ઞી મહાયુગ્મા અવાન્તર શતક-૧: ઉદેશક-૧ થી ૧૧
R છે
જે
કૃતયુગ્મ-કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્પત્તિ આદિ:| १ कडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते !कओ उववज्जति?गोयमा !उववाओ चउसु विगईसु । संखेज्ज-वासाउय असंखेज्ज-वासाउयपज्जत्तअपज्जत्तएसुयण कओ विपडिसेहो जाव'अणुत्तरविमाण' त्ति । परिमाणं अवहारोओगाहणाय जहा असण्णिपचिंदियाणं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કતયુગ્મકતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ચારે ગતિમાંથી આવે છે. સંખ્યાત વર્ષ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાંથી આવે છે યાવતુ અનુત્તર વિમાન પર્યત કોઈ પણ ગતિનો નિષેધ નથી. પરિમાણ, અપહાર અને અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે.
२ वेयणिज्जवज्जाणं सत्तण्हं पगडीणं बंधगावा अबंधगावा,वेयणिज्जस्स बंधगा, णो अबंधगा। मोहणिज्जस्स वेयगा वा अवेयगा वा,सेसाणं सत्तण्ह विवेयगा,णो अवेयगा । सायावेयगा वा असायावेयगा वा । मोहणिज्जस्स उदयी वा अणुदयी वा, सेसाणं सत्तण्ह वि उदयी, णो अणुदयी । णामस्स गोयस्स य उदीरगा,णो अणुदीरगा, सेसाणं छह वि उदीरगा वा अणुदीरगा वा । कण्हलेस्सा वा जावसुक्कलेस्सा वा। सम्मदिट्ठीवा मिच्छादिट्ठीवा सम्मामिच्छादिट्ठी वा । णाणी वा अण्णाणी वा,मणजोगी, वयजोगी, कायजोगी। उवओगो, वण्णमाई, उस्सासगावाणीसासगावा, आहारगाय जहा एगिदियाण, विरयाय अविरया य विरयाविरया य । सकिरिया,णो अकिरिया। ભાવાર્થ:- તે જીવો વેદનીય સિવાયના સાત કર્મપ્રકૃતિઓના બંધક અથવા અબંધક હોય છે. વેદનીય કર્મના તો બંધક જ હોય છે, અબંધક હોતા નથી. મોહનીય કર્મના વેદક અથવા અવેદક હોય છે. શેષ સાત કર્મ પ્રકૃતિઓના વેદક હોય છે, અવેદક નથી. તે શાતાદક અથવા અશાતા વેદક હોય છે. મોહનીય કર્મનો ઉદય હોય અથવા ન હોય પરંતુ શેષ સાત કર્મપ્રકૃતિઓનો ઉદય અવશ્ય હોય છે. નામ અને ગોત્ર કર્મના ઉદીરક હોય છે, અનુદીરક નથી, શેષ છ કર્મપ્રકૃતિઓના ઉદીરક અથવા અનુદીરક હોય છે. તે કૃષ્ણલેશી થાવત શુક્લલેશી હોય છે, તે સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ હોય છે, તે જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. તે મનયોગી, વચનયોગી અને કાયયોગી હોય છે. તેમાં ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છવાસક, નિઃશ્વાસક અને આહારકનું કથન એકેન્દ્રિયોની સમાન છે. તે વિરત, અવિરત અને વિરતાવિરત હોય છે. તે સક્રિય હોય છે, અક્રિય હોતા નથી.