________________
શતક-૪૦.
[ ૧૩ |
શતક-૪૦ |
પરિચય @RoROR આ શતકનું નામ સંજ્ઞી મહાયુગ્મ શતક છે. તેના ૨૧ અવાંતર શતક અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. અવાંતર શતક– ઔધિક સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મનો એક શતક અને છ લેશ્યાના છ શતક તેમ કુલ સાત સામાન્ય સંજ્ઞી જીવોના અવાંતર શતક છે. તે જ રીતે ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયમાં ઔધિકનો એક અને છ વેશ્યાના ૬ તેમ કુલ ૭ અવાંતર શતક છે અને આ જ રીતે અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના સાત અવાંતર શતક છે. સર્વ મળીને ૭+૭+૭ = ૨૧ અવાંતર શતક થાય છે. પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો એકેન્દ્રિય મહાશતકની સમાન છે. અવાંતર શતક-૧માં સમુચ્ચય કૃતયુમ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું વર્ણન એકેન્દ્રિય મહાશતકની જેમ ૩૩દ્વારથી છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં મનુષ્યની અપેક્ષાએ એકથી બાર ગુણસ્થાન હોય છે. તેથી તે જીવોની ઋદ્ધિમાં વિશેષતા છે. અવાંતર શતક–રમાં કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયનું વર્ણન પ્રથમ અવાંતર શતક અનુસાર છે. અવાંતર શતક-૩, ૪માં ક્રમશઃ નીલલેશી અને કાપોતલેશી સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન, કુષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રત્યેક વેશ્યા અનુસાર જાણવી. અવાંતર શતક-૫, ૬માં ક્રમશઃ તેજોલેશી અને પદ્મલેશી સંજ્ઞી પંચેન્દ્રિયનું કથન છે. તે પણ કૃષ્ણલેશી શતક અનુસાર છે પરંતુ તે નોસંજ્ઞોપયુક્ત પણ થઈ શકે છે. અવાંતર શતક–૭ માં શુક્લલશી જીવોનું કથન પ્રથમ અવાંતર શતક અનુસાર છે. અવાંતર શતક–૮ થી ૧૪માં ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના સાત અવાંતર શતકનું કથન પૂર્વકથિત ૧ થી ૭ અવાંતર શતક અનુસાર છે પરંતુ તેમાં સર્વ જીવોની ઉત્પત્તિનો નિષેધ છે. અવાંતર શતક–૧૫ થી ર૧માં અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના પણ સાત અવાંતર શતક ભવસિદ્ધિક અનુસાર છે. આ રીતે ૨૧ અવાંતર શતકના ૧૧-૧૧ ઉદ્દેશક ગણતાં ૨૧ X ૧૧ = ૨૩૧ ઉદ્દેશક થાય છે પરંતુ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયના સાત અવાંતર શતકમાં ચરમ-અચરમ બે-બે ઉદ્દેશકો નથી. તેથી ૭૪૨ = ૧૪ ઉદ્દેશકો ઓછા થતાં ૨૩૧–૧૪ = ૨૧૭ ઉદ્દેશક થાય છે. તે પ્રત્યેક ઉદ્દેશકમાં ૧૬ મહાયુમોના અવલંબને ૩૩ દ્વારોનું વર્ણન છે.