________________
SOO
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- ઔધિક શતકના ૧૧ ઉદ્દેશકોની સમાન કૃષ્ણલેશી શતકમાં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે વિવેચનઃ
પ્રસ્તુત અવાંતર શતક–રમાં કૃષ્ણલેશી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય જીવોનું કથન છે. તેના ૧૧ ઉદ્દેશકોનું નિરૂપણ પ્રથમ અવાંતર શતકની જેમ છે.
અહીં કૃષ્ણલેશી જીવોનું જ કથન હોવાથી પ્રત્યેક જીવોને કૃષ્ણલેશ્યા જ હોય છે. તેથી વેશ્યા દ્વારમાં એક માત્ર કૃષ્ણ વેશ્યાની પૃચ્છા અને તેની સ્વીકૃતિ છે અને તેની સ્થિતિ અને કાયસ્થિતિ કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિની અપેક્ષાએ જઘન્ય એક સમય થાય છે અર્થાત્ એક સમય પછી તેની કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિમાં પરિવર્તન થઈ જાય તો જઘન્ય એક સમયની સ્થિતિ થાય છે અને એકેન્દ્રિયોમાં કોઈ પણ લેશ્યા અંતર્મુહૂર્ત પછી અવશ્ય પરિવર્તન પામે છે. તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે.
શેષ સર્વ દ્વારનું કથન પ્રથમ અવાંતર શતકના તે તે ઉદ્દેશકોના વર્ણન સમાન છે અને તેમાં ૧૬ મહાયુમોનું કથન પણ તેની સમાન છે.
- સંક્ષેપમાં ઉદ્દેશક-૧,૩,૫,૭,૯,૧૧ ભવ પર્યતની સ્થિતિના કારણે સમાન છે; ઉદ્દેશક–૪,૮,૧૦ ચરમ સમયવર્તી હોવાના કારણે સમાન છે અને ઉદ્દેશક-૨, પ્રથમ સમયવર્તી હોવાના કારણે પરસ્પર સમાન છે.
'In શતક-૩૫/ર/૧ થી ૧૧ સંપૂર્ણ )
અવાંતર શતક-ર સંપૂર્ણ