________________
૫૯૬ ]
શ્રી ભગવતી સત્ર-૫
गोयमा!जहा चरमुद्देसओ तहेव णिरवसेसं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ–ચરમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ રૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું વર્ણન ચરમ ઉદ્દેશક(ઉદ્દેશક–૪) અનુસાર જાણવું. / ઉદ્દેશક–૮. વિવેચન :પ્રથમ ચરમ સમય કયુમ-કતયુગ્મ એકેન્દ્રિય - આ ઉદ્દેશક વર્ણિત એકેન્દ્રિય જીવો કૂતયુગ્મ-કૃતયુગ્મ રાશિના પ્રથમ સમયવર્તી છે પણ આયુષ્યના ચરમ સમયવર્તી હોવાથી તેનું કથન ચોથા ચરમ ઉદ્દેશક અનુસાર છે. તદુનુસાર તેમાં તેજોવેશ્યા નથી તેમજ દેવોની ઉત્પત્તિ થતી નથી.
આ ઉદ્દેશકના સૂત્રાશયથી જ આ નિશ્ચિત થાય છે કે સૂત્રના પ્રારંભમાં પ્રયુક્ત પદમ પદમ, પમ વરમ, આવા જોડકા શબ્દોમાં બીજો શબ્દ જીવની સ્થિતિ સૂચક છે. તેથી જ આ આઠમા ઉદ્દેશકમાં બીજા શબ્દથી ચરમ સમયને અનુલક્ષીને તેના માટે ચોથા ચરમ ઉદ્દેશકનો અતિદેશ કર્યો છે. પ્રથમઅચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય - २९ पढमअचरमसमय-कडजुम्म-कडजुम्म-एगिंदिया णं भंते ! कओ उववज्जति? गोयमा! जहा पढमो उद्देसओ [बीओ उद्देसओ/ तहेवणिरवसेस । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ અચરમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ રૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તેનું વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. / ઉદ્દેશકલી વિવેચન :પ્રથમ અચરમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિય – આ ઉદ્દેશકમાં વર્ણિત એકેન્દ્રિય જીવો કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશીરૂપે પ્રથમ સમયવર્તી છે અને આયુષ્યના ચરમ સમયને છોડીને સંપૂર્ણ આયુષ્યના સમયવર્તી હોવાથી તેનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. ચરમ-ચરમ સમય કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય:३० चरमचरमसमयकडजुम्मकडजुम्मएगिदियाणंभंते !कओ उववज्जति? गोयमा! जहा चउत्थो उद्देसओतहेव णिरवसेस । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચરમ-ચરમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ચોથા ઉદ્દેશક અનુસાર જાણવું. // ઉદ્દેશક-૧૦ || વિવેચન :ચરમ-ચરમ સમય કયુમ-કુતયુગ્મ એકેન્દ્રિયઃ- આ ઉદ્દેશક વર્ણિત એકેન્દ્રિય જીવો કૃતયુગ્મકૃતયુગ્મ રાશિના ચરમ સમયવર્તી અને એકેન્દ્રિય આયુષ્યના પણ ચરમ સમયવર્તી હોવાથી તેનું સંપૂર્ણ કથન ચોથા ચરમ ઉદ્દેશક અનુસાર છે.