________________
શતક-હ૫: અવાંતર શતક-૧
[ ૫૯૫ |
गोयमा !जहा अपढमसमयउद्देसो तहेव णिरवसेसो भाणियव्वो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અચરમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેનું વર્ણન અપ્રથમ સમય ઉદ્દેશક(ત્રીજા ઉદ્દેશક) અનુસાર જાણવું. / ઉદ્દેશક–પ . વિવેચનઃઅચરમ સમય એકેન્દ્રિય :- આયુષ્યના અંતિમ સમયને છોડીને જીવન પર્વતના સમયવર્તી જીવો અચરમ સમયવર્તી કહેવાય છે. તેનું સંપૂર્ણ કથન ઔધિક ઉદ્દેશક–૧ અનુસાર છે. પ્રથમપ્રથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય:२६ पढमपढमसमय कडजुम्मकडजुम्मएगिदिया णं भंते !कओहिंतो उववज्जंति? गोयमा! जहा पढमसमयउद्देसओतहेवणिरवसेस । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ-પ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ વર્ણન પ્રથમ સમયના ઉદ્દેશક(બીજા ઉદ્દેશક) અનુસાર જાણવું. / ઉદ્દેશક- II વિવેચન : - પ્રથમ પ્રથમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિય :- આ પદમાં બે વાર પ્રથમ શબ્દનો પ્રયોગ છે. તેમાં પ્રથમ વાર પ્રયુક્ત “પ્રથમ” શબ્દ, સંખ્યારૂપ મહાયુગ્મના પ્રથમ સમયને સૂચિત કરે છે અર્થાત્ તે તે જીવો માટે કૃતયુગ્મ રાશિની પ્રાપ્તિના પ્રથમ સમયને “પ્રથમ’ કહ્યો છે અને બીજી વાર પ્રયુક્ત પ્રથમ’ શબ્દ ઉત્પત્તિના પ્રથમ સમયનો સૂચક છે. આ રીતે આ ઉદ્દેશક વર્ણિત જીવ મહાયુગ્મની અપેક્ષાએ અને ભવની અપેક્ષાએ, એમ બંને પ્રકારે પ્રથમ છે. તેથી તેનું વર્ણન બીજા (પ્રથમ સમયના) ઉદ્દેશક પ્રમાણે છે. પ્રથમ અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય -
२७ पढमअपढमसमयकडजुम्मकडजुम्म एगिदिया णं भंते ! कओ उववति ? गोयमा! जहा पढमउद्देसो [पढम समय उद्देसओ] तहेव भाणियव्यो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ અપ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેનું વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. / ઉદ્દેશક–૭// વિવેચનઃપ્રથમ અપ્રથમ સમય કૃતયુગ્મ એકેન્દ્રિય :- આ ઉદ્દેશક વર્ણિત એકેન્દ્રિય જીવો કૃતયુગ્મકૃતયુગ્મ રાશિના પ્રથમ સમયવર્તી છે અને એકેન્દ્રિય રૂ૫ ઉત્પત્તિના અપ્રથમ સમયવર્તી છે અર્થાતુ પ્રથમ સમયને છોડીને જીવન પર્યંતના સમયવર્તી હોવાથી તેનું સંપૂર્ણ કથન પ્રથમ ઔધિક ઉદ્દેશક અનુસાર છે. પ્રથમ ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય:२८ पढमचरमसमय-कडजुम्मकडजुम्म-एगिदिया णं भंते ! कओ उववज्जति?