________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૫૮૫ |
ચારની સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુગ્મોજ કહેવાય છે, (૧૧) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુમદ્વાપરયુગ્મ” કહેવાય છે, (૧૨) જે રાશિમાંથી ચારની સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય દ્વાપરયુગ્મ સંખ્યક હોય, તો તે રાશિ દ્વાપરયુગ્મ કલ્યોજ કહેવાય છે.
(૧૩) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં ચાર શેષ રહે અને તે રાશિના અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ કલ્યોજ કૃતયુગ્મ કહેવાય છે, (૧૪) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં ત્રણ શેષ રહે અને તે રાશિનો અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ કલ્યોજ વ્યાજ કહેવાય છે, (૧૫) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં બે શેષ રહે અને તે રાશિના અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ કલ્યોજ દ્વાપરયુગ્મ કહેવાય છે, (૧૬) જે રાશિમાંથી ચાર સંખ્યાથી અપહાર કરતાં એક શેષ રહે અને તે રાશિના અપહાર સમય કલ્યોજ સંખ્યક હોય, તો તે રાશિ “કલ્યો કલ્યોજ’ કહેવાય છે. તેથી હે ગૌતમ ! કૃતયુગ્મ કૃતયુગ્મ યાવનું કલ્યોજ કલ્યોજ રાશિ કહેવાય છે. વિવેચન :
રાશિ-સંખ્યા વિશેષને યુગ્મ કહે છે. તેના બે પ્રકાર છે. લઘુયુગ્મ અને મહાયુમ. લઘુયુગ્મનું વર્ણન શતક–૩૧ માં છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં મહાયુગ્મનું વર્ણન છે. તેના ૧૬ ભેદ છે, એક એક યુગ્મને ચારે યુગ્મ સાથે સંયોગ કરતાં ૪૪૪ = ૧૬ ભંગ થાય છે. (૧) કુતયુગ્મ ભૂતયુમ- અહીં પ્રયુક્ત “કૃતયુગ્મકૃતયુગ્મ’ બે શબ્દમાં પ્રથમ કૃતયુગ્મ શબ્દ અપહાર કરવાની સંખ્યાને સૂચિત કરે છે અને બીજો કૃતયુમ શબ્દ તે રાશિને સૂચિત કરે છે. જેમ કે– ૩ર સંખ્યામાંથી ચાર-ચારનો અપહાર(બાદબાકી) આઠ વાર થાય. તે અપહાર સંખ્યા–૮ કૃતયુગ્મ છે અને કરની રાશિ પણ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને કૃતયુગ્મ કૃતયુગ્મ કહે છે.
(૫) યોજ કાયમ– ૨૮ની રાશિમાંથી ચાર-ચારને સાત વાર બાદ કરી શકાય છે. અહીં અપહાર સંખ્યા ૭ છે, તે વ્યોજ છે અને ૨૮ની રાશિ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને ચોજ કૃતયુગ્મ કહે છે. (૯) દ્વાપરયુગ્મ કયુમ-૨૪ની રાશિમાંથી ચાર-ચારને છ વાર બાદ કરી શકાય છે. આ (૬) અપહાર સંખ્યા દ્વાપરયુગ્મ છે અને ૨૪ની રાશિ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને દ્વાપરયુગ્મ કૃતયુગ્મ કહે છે. (૧૩) કલ્યોજ કતયુમ– ૨૦ની રાશિમાંથી ચાર-ચારનો અપહાર પાંચ વાર થાય છે. અપહાર સંખ્યા પાંચ કલ્યોજ છે અને ૨૦ની રાશિ કૃતયુગ્મ છે. તેથી તે રાશિને કલ્યોજ કૃતયુગ્મ કહે છે. આ રીતે શેષ મહાયુગ્મનું સ્વરૂપ સમજી શકાય છે.
સોળ મહાયુગ્મોની સંખ્યાઓના ઉદાહરણ આ પ્રમાણે છે– (૧) કૃતયુગ્મ કૃતયુગ્મ = ૧૬, ૩ર, ૪૮, ૬૪ (૨) કૃતયુમ વ્યોજ = ૧૯, ૩૫, ૫૧, ૬૭ (૩) કૃતયુગ્મ દ્વાપરયુગ્મ = ૧૮, ૩૪, ૫૦, ૬૬ (૪) કૃતયુગ્મ કલ્યોજ = ૧૭, ૩૩, ૪૯, ૫ (૫) વ્યોજ કૃતયુગ્મ = ૧૨, ૨૮, ૪૪, ૦ (૬) વ્યોજ વ્યાજ = ૧૫, ૩૧, ૪૭, ૩ (૭) વ્યાજ દ્વાપરયુગ્મ = ૧૪, ૩૦, ૪૬, ૨ (૮) વ્યાજ કલ્યોજ = ૧૩, ર૯, ૪૫, ૧ (૯) દ્વાપરયુગ્મ કૃતયુગ્મ = ૮, ૨૪, ૪૦, ૫૬ આદિ (૧૦) દ્વાપરયુગ્મ વ્યોજ = ૧૧, ૨૭, ૪૩, ૫૯ આદિ. (૧૧) દ્વાપરયુગ્મ દ્વાપર = ૧૦, ૨૬, ૪૨, ૫૮ આદિ (૧૨) દ્વાપરયુગ્મ કલ્યોજ = ૯, ૨૫, ૪૧, ૫૭ આદિ (૧૩) કલ્યોજ કૃતયુગ્મ = ૪, ૨૦, ૩૬, પર આદિ (૧૪) કલ્યોજ વ્યાજ = ૭, ૨૩, ૩૯, ૫૫ આદિ (૧૫) કલ્યોજ દ્વાપરયુગ્મ = ૬, ૨૨, ૩૮, ૫૪ આદિ (૧૬) કલ્યોજ કલ્યોજ = ૫, ૨૧, ૩૭, પ૩ આદિ.