________________
[ ૫૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર
| ९ कहिणंभंते ! परंपरोववण्ण-कण्हलेस्सभवसिद्धियपज्जत्तबायरपुढविकाइयाणंठाणा पण्णत्ता? गोयमा !जहेव ओहिओ उद्देसओ तहेव भाणियव्वं जावतुल्लट्ठिइय त्ति । एवंएएणं अभिलावेणंकण्हलेस्स भवसिद्धियएगिदिएहिं वितहेव एक्कारसउद्देसगसंजुत्तं छट्ठसय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનુ! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન કયાં છે? ઉત્તર- હે ગૌતમ! આ રીતે ઔવિક ઉદ્દેશક અનુસાર “તુલ્યસ્થિતિવાળા છે ત્યાં સુધીનું કથન યાવત્ કરવું. આ જ રીતે ઉપરોક્ત પદ્ધતિ અનુસાર કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયના પણ અગિયાર ઉદ્દેશક સહિત છઠ્ઠા અવાન્તર શતકનું સંપૂર્ણ કથન કરવું. / અવાંતર શતક-૬/૪–૧૧ /. વિવેચન :
અવાંતર શતક–૫ માં સમુચ્ચય ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું કથન છે. પ્રસ્તુત અવાંતર શતક–$ માં કૃષ્ણલેશી ભવ સિદ્ધિક એકેન્દ્રિય જીવોનું કથન છે.
છટ્ટા અવાંતર શતકનું સંપૂર્ણ કથન પ્રથમ અવાંતર શતકની સમાન છે. તદનુસાર અનંતરોત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવો અપર્યાપ્તા જ હોય છે. તેથી તેમાં પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર બે ભેદ થતાં પ૪૨=૧0 ભેદ જ થાય છે. તે જીવોનું મૃત્યુ થતું નથી. તેથી તેની વિગ્રહગતિ થતી નથી. તેનું સંપૂર્ણ કથન અનંતરોત્પન્નક ઉદ્દેશક(પ્રથમ અવાંતર શતકના બીજા ઉદ્દેશક) અનુસાર છે.
પરંપરાત્પન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના ભેદ, વિગ્રહગતિના વિકલ્પો, વિગ્રહ ગતિની સ્થિતિઓ, તેના સ્થાન, આયુષ્ય અને કર્મબંધ સંબંધી ચૌભંગી આદિ સંપૂર્ણ વર્ણન પ્રથમ ઔધિક અવાંતર શતક અનુસાર છે. શેષ આઠ ઉદ્દેશકોનું સંપૂર્ણ વર્ણન પણ ઔધિક અવાંતર શતક અનુસાર છે. નીલલેશી ભવ સિદ્ધિક એકેન્દ્રિય આદિઃ| १० णीललेस्सभवसिद्धियएगिदिएसुसयसत्तम। एवंकाउलेस्सभवसिद्धियएगिदिएहिं वि सय अट्ठम । जहा भविसिद्धिएहिं चत्तारि सयाणि एवं अभवसिद्धिएहि वि चत्तारि सयाणि भाणियव्वाणि । णवरंचरमअचरवज्जा णव उद्देसगा भाणियव्वा,सेसंतंचेव । एवं एयाई बारस एगिदियसेढीसयाई ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું અવાંતર સાતમું શતક છે. આ જ રીતે કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું અવાંતર આઠમું શતક છે. આ રીતે ભવસિદ્ધિક જીવોના ચાર શતક થાય. તે જ પ્રમાણે અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પણ ચાર શતક કહેવા જોઈએ. તેમાં ચરમ અને અચરમને છોડીને શેષ નવ ઉદ્દેશક કહેવા જોઈએ. શેષ વર્ણન ભવસિદ્ધિક પ્રમાણે છે. આ રીતે બાર એકેન્દ્રિય શ્રેણી શતક પૂર્ણ થાય છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || અવાંતર શતક-૭થી ૧૨ // વિવેચન :
નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય અને કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયનું ક્રમશઃ અવાંતર સાતમું