________________
શ્રી ભગવતી સૂત્ર-૫
एत्थ णं अणंतरोववण्णगाणं बायरपुढविकाइयाणं ठाणा पण्णत्ता, उववाएणं सव्वलोए, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे । अणंतरोववण्णग-सुहुमपुढ विकाइया एगविहा अविसेसमणाणत्ता सव्वलोए परियावण्णा पण्णत्ता, समणाउसो ! एवं एएणं कमेणं सव्वे एगिंदिया भाणियव्वा, सट्टाणाइं सव्वेसिं जहा ठाणपए । तेसिं पज्जत्तगाणं बायराणं उववाय-समुग्धाय-सट्टाणाणि जहा तेसिं चेव अपज्जत्तगाणं बायराणं । सुहुमाणं सव्वेसिं जहा पुढविकाइयाणं भणिया तहेव भाणियव्वा जाव वणस्सइकाइय त्ति ।
૫૭૪
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અનંતરોત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે ? ઉત્તર− હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓમાં, યથા– રત્નપ્રભા પૃથ્વીમાં ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદ અનુસાર યાવત્ દ્વીપોમાં અને સમુદ્રોમાં અનંતરોત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન છે. ઉપપાત અને સમુદ્દાતની અપેક્ષાએ તે સમસ્ત લોકમાં છે. સ્વસ્થાનની દષ્ટિએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અનંતરોત્પન્નક સર્વ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો એક જ પ્રકારના છે તે વિશેષતા તથા ભિન્નતા રહિત છે તથા હે આયુષ્યમાન્ શ્રમણ ! તે સર્વલોકમાં વ્યાપ્ત છે. આ જ ક્રમથી સર્વ એકેન્દ્રિયોનું કથન કરવું જોઈએ. તે સર્વના સ્વસ્થાન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદ અનુસાર છે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોના સ્થાન ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોની સમાન જાણવા. સૂક્ષ્મ પાંચ સ્થાવરનું કથન પૃથ્વીકાયિક જીવોના કથન પ્રમાણે કરવું યાવત્ વનસ્પતિકાયિક પર્યંત જાણવું જોઈએ. ३५ वाणं सुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ । एवं जहा एगिदियसएस अणंतरोववण्णगउद्देसए तहेव पण्णत्ताओ, तहेव बंधंति, तहेव वेदेति जाव अणंतरोववण्णगा बायरवणस्सइकाइया । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! આઠ કર્મ પ્રકૃતિઓ હોય છે ઇત્યાદિ એકેન્દ્રિય શતકમાં અનંતરોત્પન્નક ઉદ્દેશક અનુસાર જાણવું યાવત્ તે જ રીતે તે સાતકર્મ બાંધે છે અને ચૌદ પ્રકૃતિનું વેદન કરે છે યાવત્ અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યંત જાણવું.
३६ अणंतरोववण्णग-एगिंदिया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! जहेव ओहिए उद्देसओ भणिओ तहेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવો, ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ઔઘિક ઉદ્દેશક અનુસાર જાણવું.
३७ अणंतरोववण्णग-एगिंदियाणं भंते! कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! दोणि समुग्धाया पण्णत्ता, तं जहा- - वेयणासमुग्धाए य कसायसमुग्धाए य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! બે સમુદ્દાત હોય છે, યથા–વેદના સમુદ્દાત અને કષાય સમુદ્દાત.
|३८ अणंतरोववण्णग-एगिंदिया णं भंते! किं तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति,