________________
શતક-૩૪: અવાંતર શતક-૧
૫૭૩
(૨) સુત્તર્ષિ વેનાવિલેણદચં વર્નાપતિઃ -સમાન આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્નસમયે ઉત્પન્ન થયેલા જીવો વિષમ-વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવો સમાન આયુષ્યવાળા હોવા છતાં ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોવાથી તેની યોગશક્તિમાં તરતમતા હોય છે. તેથી તે જીવો એક સમાન પુદ્ગલો ગ્રહણ કરતા નથી, તેથી તેના પ્રકૃતિ અને પ્રદેશ બંધ વિષમ અર્થાત્ ભિન્ન-ભિન્ન થાય અને આત્મ પરિણામોમાં તરતમતા હોવાથી સ્થિતિ અને અનુભાગબંધ પણ વિશેષાધિક થાય છે. તેથી તે વિષમ વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે. (૩) વેદિયા તુમ્નલિસેલાદિ શમે પતિ -વિષમ આયુષ્યવાળા પરંતુ એક સાથે ઉત્પન્ન થયેલા જીવો તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવો ભિન્ન-ભિન્ન આયુષ્યવાળા હોવા છતાં એક સાથે ઉત્પન્ન થયેલા હોવાથી સમાન યોગશક્તિના ધારક હોય છે. તેની વર્તમાનની યોગશક્તિ સમાન હોવાથી પ્રકૃતિ અને પ્રદેશબંધ સમાન થાય છે પરંતુ આત્મ પરિણામોની તરતમતાની અપેક્ષાએ સ્થિતિ અને અનુભાગબંધ વિશેષાધિક હોય છે. તેથી તે તુલ્ય વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે. (૪) વેરિડ્યા વેવિશેષાદિ ઋગ્ણપતિ -વિષમ આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા જીવો વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવોના આયુષ્યમાં અને ઉત્પત્તિમાં વિષમતા છે. તેથી તેની યોગશક્તિમાં વિષમતા હોય છે, પરિણામે તેના પ્રકૃતિ અને પ્રદેશબંધમાં વિષમતા હોય છે અને આત્મ પરિણામોની અપેક્ષાએ સ્થિતિ અને અનુભાગ બંધ પણ વિશેષાધિક હોય છે. તેથી તે વિષમ વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે.
આ રીતે સમાન સમયે ઉત્પન્ન થયેલા જીવોની યોગશક્તિ સમાન હોવાથી સમાન કર્મબંધ અને ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા જીવોની યોગશક્તિ ભિન્ન-ભિન્ન હોવાથી વિષમ કર્મબંધ થાય છે અને તે દરેક જીવોના આત્મ પરિણામોમાં વિવિધતા હોવાથી સ્થિતિ અને અનુભાગ બંધ તો વિશેષાધિક જ હોય છે.
( શતક-૩૪/૧/૧ સંપૂર્ણ )
| અવાન્તર શતક-૧ઃ ઉદ્દેશક-ર | અનંતરોત્પન્નક એકેન્દ્રિયો - | ३३ कइविहाणंभंते! अणंतरोववण्णगाएगिदिया पण्णत्ता?गोयमा!पंचविहाअणंतरोववण्णगाएगिदिया पण्णत्ता,तंजहा-पुढविकाइया-दुयाभेओजहा एगिदियसएसुजाव बायरवणस्सइकाइयाय। ભાવાર્થ-અન-હે ભગવન! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. પ્રત્યેકના બે-બે ભેદ એકેન્દ્રિય શતક અનુસાર બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવા. (અનંતરોત્પન્નકમાં ચાર-ચાર ભેદ થતા નથી, તેથી બે-બે ભેદ કહ્યા છે) | ३४ कहिणं भंते ! अणंतरोववण्णगाणंबायरपुढविकाइयाणंठाणा पण्णत्ता? गोयमा! सट्ठाणेणं अट्ठसुपुढवीसु,तंजहा- रयणप्पभाए एवं जहा ठाणपए जावदीवेसुसमुद्देसु।