________________
પ૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
(૩) શું વિષમ સ્થિતિવાળા છે અને તુલ્ય વિશેષાધિક કર્મનો બંધ કરે છે? કે (૪) શું વિષમ સ્થિતિવાળા છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) તુલ્ય સ્થિતિવાળા કેટલાક એકેન્દ્રિય જીવો તુલ્ય-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. (૨) તુલ્ય સ્થિતિવાળા કેટલાક એકેન્દ્રિય જીવો વિષમ-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. (૩) કેટલાક વિષમ સ્થિતિવાળા એકેન્દ્રિય જીવો, તુલ્ય- વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને (૪) કેટલાક વિષમ સ્થિતિવાળા એકેન્દ્રિય જીવો વિષમ- વિશેષાધિક કર્મબંધ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક એકેન્દ્રિય જીવો તુલ્ય સ્થિતિવાળા છે યાવત્ વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય જીવોના ચાર પ્રકાર છે, યથા– (૧) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે, (૨) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે, (૩) કેટલાક જીવો વિષમ આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે અને (૪) કેટલાક જીવો વિષમ આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે. તેમાં જે સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે, તે તુલ્ય સ્થિતિવાળા જીવો તુલ્ય અને વિશેષાધિક કર્મનો બંધ કરે છે. જે સમાન આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે, તે તુલ્ય સ્થિતિવાળા જીવો વિષમ-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. જે જીવો વિષમ આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયા છે, તે વિષમ સ્થિતિવાળા જીવો તુલ્યવિશેષાધિક કર્મનો બંધ કરે છે અને જે વિષમ આયુષ્યવાળા અને વિષમ સમયે ઉત્પન્ન થયા છે, તે વિષમ સ્થિતિવાળા જીવો, વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.
તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે યાવત વિમાત્રા-વિશેષાધિક કર્મબંધ કરે છે. તે હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે // વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોમાં આયુષ્ય અને ઉત્પત્તિની અપેક્ષાએ થતાં ચાર ભંગ અને તેના આધારે તેના કર્મબંધમાં થતી ચાર પ્રકારની વિવિધતાનું નિરૂપણ છે.
પ્રત્યેક જીવોનો કર્મબંધ કષાય અને યોગના નિમિત્તે થાય છે. કર્મબંધની પ્રક્રિયામાં કષાયની તરતમતાના આધારે સ્થિતિ અને અનુભાગબંધ થાય છે અને યોગની શુભાશુભતા આદિ તરતમતાના આધારે પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. એક સાથે ઉત્પન્ન થયેલા જીવોની યોગશક્તિ સમાન હોવાથી તેનો પ્રકૃતિ અને પ્રદેશબંધ સમાન થઈ શકે છે. એક સાથે એક જ સ્થાનોમાં ઉત્પન્ન થયેલા જીવોના આત્મ પરિણામો એટલે કષાયની તીવ્રતા, મંદતા સમાન હોતી નથી. પરિણામોની તીવ્રતા મંદતાના આધારે તેના સ્થિતિ અને અનુભાગ બંધમાં ન્યૂનાધિકતા વિશેષાધિકતા થાય છે.
આ રીતે એક સાથે ઉત્પન્ન થયેલા જીવોનો કર્મબંધ પ્રકૃતિ અને પ્રદેશબંધની અપેક્ષાએ તુલ્ય તથા સ્થિતિ અને અનુભાગબંધની અપેક્ષાએ વિશેષાધિક હોય છે. સૂત્રકારે ઉત્પત્તિ અને આયુષ્યની વિવિધતાના આધારે જીવોના ચાર ભેદ કરીને, કર્મબંધના ચાર વિકલ્પોનું નિરૂપણ કર્યું છે. (૧) તુ ર્ફિ તુ વિતેલાદિચંન્ને પતિ-સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા જીવો તલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે– તે જીવો સાથે ઉત્પન્ન થયેલા હોવાથી તેની યોગશક્તિ સમાન હોય છે તેથી તે જીવો એક સમાન પુગલો ગ્રહણ કરે છે. તેના પ્રકૃતિ અને પ્રદેશબંધ એક સમાન થાય છે અને તેના આત્મપરિણામોમાં તરતમતા હોવાથી સ્થિતિ અને અનુભાગબંધ ન્યૂનાધિક–વિશેષાધિક થાય છે. તેથી તુલ્ય-વિશેષાધિક કર્મબંધવાળા કહેવાય છે.