________________
શતક-૩૪: અવાંતર શતક-૧
પ૭૫ |
पुच्छा तहेव ? गोयमा ! अत्थेगइया तुल्लट्टिईया तुल्लविसेसाहियंकम्मंपकरति, अत्यगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियकम्मपकरेति ।
सेकेणटेणंभंते ! जावमायविसेसाहियंकम्मंपकरैति? गोयमा !अणंतरोववण्णगा एगिदिया दुविहा पण्णत्ता,तं जहा- अत्थेगइया समाउया समोववण्णगा, अत्थेगइया समाउया विसमोववण्णगा। तत्थ णं जेते समाउया समोववण्णगा तेणंतुल्लट्ठिईया तुल्लविसेसाहियंकम्मंपकरेंति। तत्थणंजेतेसमाउया विसमोववण्णगातेणंतुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेति । से तेणटेणं गोयमा ! जाववेमायविसेसाहियं कम्म पकरेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવો, શું તુલ્ય સ્થિતિવાળા છે અને પરસ્પર તુલ્ય, વિશેષાધિક કર્મબંધ કરે છે, ઇત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક એકેન્દ્રિય જીવો, તુલ્ય સ્થિતિવાળા હોય અને તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે તથા કેટલાક એકેન્દ્રિય જીવો તુલ્ય સ્થિતિવાળા હોય અને વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે યાવતુ કેટલાક જીવો વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના બે પ્રકાર છે. (૧) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે અને (૨) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોય છે. તેમાં જે સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય તે તુલ્ય સ્થિતિવાળા જીવો તુલ્ય-વિશેષાધિક કર્મબંધ કરે છે અને જે સમાન આયુષ્યવાળા અને ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોય તે તુલ્ય સ્થિતિવાળા જીવો વિષમ-વિશેષાધિક કર્મબંધ કરે છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કથન કર્યું છે કે તે જીવ યાવતું વિષમ વિશેષાધિક કર્મબંધ કરે છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકનું નામ અનંતરોત્પન્નક શ્રેણી ઉદ્દેશક છે. તેમાં અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોની વિવિધતાઓનું નિરૂપણ છે.
અનંતરોત્પન્નક એકેન્દ્રિયના ૧૦ ભેદ, આઠ કર્મની સત્તા, સાતકર્મનો બંધ અને ચૌદ પ્રકૃતિનું વેદન વગેરે એકેન્દ્રિય શતક અનુસાર છે. અનંતરોત્પન્નક જીવોની વિગ્રહગતિ નથી – ઉત્પત્તિના સમયે કોઈ પણ જીવનું મૃત્યુ થતું નથી. તેથી તે જીવોની વિગ્રહગતિ થતી નથી. તેથી પ્રસ્તુત ઉદ્દેશકમાં તેની વિગ્રહગતિના વિકલ્પો કે તેના કાલમાનનું કથન નથી. સમુદ્દઘાત - અનંતરોત્પન્નક જીવોને વેદનીય અને કષાય, તે બે સમુદ્યાત હોય છે. તે જીવનું મૃત્યુ થતું નથી. તેથી મારણાંતિક સમુદ્યાત હોતો નથી. આયુષ્ય અને કર્મબંધ - અનંતરોત્પન્નક જીવોના બે પ્રકાર હોય છે. (૧) સમાન આયુષ્યવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા જીવો. તે જીવોની યોગશક્તિ સમાન હોવાથી પૂર્વવતુ સમાન કર્મબંધ કરે છે અને આત્મ