________________
શતક-૩૪: અવાંતર શતક-૧
[ ૫૩]
૭૨ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવોની બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે. તેમાં પણ દિશામાં રહેલો જીવ બે સમયમાં અને વિદિશામાં રહેલો જીવ ત્રણ સમયમાં ઉત્પન્ન થાય છે, યથાઅધોલોકમાં ત્રસનાડીની બહાર પૂર્વ દિશામાં રહેલા અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્તાપણે ઉત્પન્ન થાય તો તે જીવ પ્રથમ સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે અને બીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરીને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે.
જો તે જીવ અધોલોકમાં ત્રસનાડીની બહાર વાયવ્ય આદિ વિદિશામાં હોય તો પ્રથમ સમયે પશ્ચિમ અથવા ઉત્તરદિશામાં આવે. બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે. ત્રીજા સમયે ત્રસનાડીમાં જ ઊર્ધ્વગમન કરીને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિને કારણ કે તે જીવ અધોલોકમાં ત્રસનાડીની બહાર છે અને તેનું ઉત્પત્તિ સ્થાન મનુષ્ય ક્ષેત્રમાં છે. તે સમશ્રેણીમાં આવતું નથી. તે જીવને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવામાં ઓછામાં ઓછો એક વળાંક લેવો જ પડે છે. તેથી તે જીવો એક સમયની વિગ્રહગતિથી જતા નથી. તે જીવ એક કે બે વળાંક લઈને બે કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
તે જીવોનું ઉત્પત્તિ સ્થાન મનુષ્ય ક્ષેત્રમાં ત્રસનાડીની અંદર જ હોવાથી તેને ચાર સમય થતા નથી. તે જીવો એકતો ખા(એક તરફ સ્થાવર નાડીના આકાશવાળી) શ્રેણીથી જાય છે. તેમાં બે અથવા ત્રણ સમય જ થાય છે.
આ રીતે ૭ર વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ચાર વિકલ્પથી ઉત્પન્ન થતા જીવોની એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ - મનુષ્ય ક્ષેત્રમાં રહેલા બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો મરીને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ૨૪૨=૪ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવો એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય.
આ રીતે ૩ર૪+૭+૪=૪૦૦ વિકલ્પોથી ઉત્પન્ન થતા જીવોની વિગ્રહગતિનું કાલમાન ક્રમશઃ ત્રણ અથવા ચાર સમય; બે અથવા ત્રણ સમય અને એક, બે અથવા ત્રણ સમય થાય છે.
ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહાર રહેલા એકેન્દ્રિય જીવો અધોલોકમાં ત્રસનાડીની બહાર ઉત્પન્ન થાય તો તેના પણ પૂર્વવત્ ૪૦૦ વિકલ્પ થાય છે. તેની વિગ્રહગતિનું કાલમાન પણ પૂર્વવત્ જાણવું. લોકના ચરમતમાં એકેન્દ્રિયોની વિગ્રહગતિઃ
२० अपज्जत्तसुहमपुढविकाइएणंभते!लोगस्सपुरथिमिल्लेचरिमतेसमोहएसमोहणित्ता जेभविए लोगस्स पुरथिमिल्लेचेव चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा,चउसमइएण वा, विग्गहेणं उववज्जेज्जा।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- एगसमइएण वा जाव उववज्जेज्जा? एवं खलु गोयमा ! मए सत्त सेढीओ पण्णत्ताओ, तंजहा-उज्जुआयया जाव अद्धचक्कवाला। उज्जुआययाए सेढीए उववज्जमाणे एगसमइएणं विग्गहेणं उववज्जेज्जा। एगओवंकाए सेढीए उववज्जमाणेदुसमइएणं विग्गहेणंउववज्जेज्जा। दुहओक्काए सेढीए उववज्जमाणे