________________
શ્રી ભગવતી સૂત્ર-૫
કથન વીસ દ્વારોથી કર્યું છે. (૧) ઉપપાત- નરકાદિ દંડકોમાં કઈ ગતિમાંથી જીવો આવીને ઉત્પન્ન થાય છે અને નરકાદિ ભવમાં જઘન્ય, ઉત્કૃષ્ટ કેટલી સ્થિતિ પામે છે? તેની વિચારણા આ ઉપપાત દ્વારમાં કરવામાં આવી છે. (૨) પરિમાણ– નરકાદિ દંડકમાં એક સાથે કેટલા જીવો આવીને ઉત્પન્ન થાય છે? તે વિચારણા આ દ્વારમાં કરવામાં આવે છે. (૩) સંઘયણ- નરકાદિ દંડકમાં જે જીવો ઉત્પન્ન થવાના છે, તે જીવોને વર્તમાન ભવમાં વજ8ષભાદિ છ સંઘયણોમાંથી કેટલા સંઘયણ હોય? આ જ રીતે ચોથા દ્વારથી ૧૯મા દ્વાર સુધી સમજવું (૪) અવગાહના- ઊંચાઈ (૫) છ સંસ્થાન (૬) છ લેશ્યા (૭) ત્રણ દષ્ટિ (૮) પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન (૯) ત્રણ યોગ (૧૦) બે ઉપયોગ (૧૧) ચાર સંજ્ઞા (૧૨) ચાર કષાય (૧૩) પાંચ ઈદ્રિય (૧૪) સાત સમુદ્યાત (૧૫) શાતા કે અશાતારૂપ બે વેદના (૧૬) ત્રણ વેદ (૧૭) આયુષ્ય (૧૮) બે અધ્યવસાયો અને (૧૯) અનુબંધનું નિરૂપણ છે. આયુષ્યનું અનુસરણ કરનારા ગતિ, જાતિ, અવગાહનાદિ છ બોલના બંધને અનુબંધ કહેવામાં આવે છે. અનુબંધ હંમેશાં આયુષ્ય પ્રમાણે જ હોય છે (૨૦) કાય સંવેધ– જીવો પોતાની વર્તમાન ભવની કાયાને છોડીને અર્થાત્ મૃત્યુ પામીને કાયાન્તરને (અચકાયની કાયાને અથવા તુલ્યકાયની કાયાને) પ્રાપ્ત કરીને, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી પુનઃ તે જ કાયમાં ઉત્પન્ન થાય તત્સંબંધી ભવ કે કાલની ગણતરીને કાય સવેધ કહેવાય છે. તેના બે વિભાગ છે– ભવાદેશ અને કાલાદેશ.
(૧) ભવાદેશ– વિવક્ષિત કાયાથી કાયાન્તરમાં, એક ભવથી બીજા ભવમાં અને ત્યાંથી પુનઃ તે જ ભવમાં આવવું. આ રીતે ગમનાગમન કરતાં કેટલા ભવ થાય? તે ભવોની ગણના કરવી, ભવાદેશ છે. ભવાદેશ, ભવની અપેક્ષાએ કાયસંવેધ છે. (૨) કાલાદેશ– તે ભવોમાં કેટલો કાલ વ્યતીત થયો? તેની ગણના કરવી, તેને કાલાદેશ કહે છે. કાલાદેશ, કાલની અપેક્ષાએ કાય સંવેધ છે. નૈરયિકોમાં ઉત્પત્તિ :| २ रायगिहे जाव एवं वयासी- जेरइया णं भंते ! कओहिंतो उववज्जतिकिंणेरझ्एहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववजंति, मणुस्सेहिंतो उववज्जति, देवेहितोउववज्जति?गोयमा !णोणेरइएहिंतोउवज्जति,तिरिक्खजोणिएहिंतोउववति, मणुस्सेहिंतो वि उववज्जति, णो देवेहिंतो उववज्जति।। ભાવાર્થ :- રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત આ પ્રમાણે પૂછ્યું– પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાંથી, તિર્યંચયોનિકોમાંથી, મનુષ્યોમાંથી કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક, નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. | ३ जइतिरिक्खजोणिएहितोउववज्जति-किंएगिदियतिरिक्खजोणिएहितोउववज्जति जावपचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति? गोयमा !णो एगिदियतिरिक्खजोणिए हिंतो उववति, णो बेइंदिय,णोतेइंदिय,णोचउरिदिय तिरिक्खजोणिएहिंतो उववति, पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો નૈરયિકો, તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને