________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
શતક-ર૪: ઉદ્દેશક-૧
નૈરયિક
ચોવીસ ઉદ્દેશક અને વીસ દ્વાર:
उववाय परिमाणं संघयणुच्चत्तमेव संठाणं । लेस्सा दिट्ठी णाणे, अण्णाणे जोग उवओगे ॥१॥ सण्णा-कसायइदियसमुग्घाया, वेयणा यवेए य । आउंअज्झवसाणा, अणुबंधो कायसंवेहो ॥२॥ जीवपए जीवपए जीवाणं, दंडगम्मि उद्देसो।।
चउवीसइमम्मि सए, चउव्वीसं होति उद्देसा ॥३॥ ભાવાર્થ:- આ શતકમાં ૨૪ ઉદ્દેશક છે. તેના વીસ દ્વારા આ પ્રકારે છે– (૧) ઉપપાત, (૨) પરિમાણ, (૩) સંઘયણ, (૪) ઊંચાઈ– અવગાહના, (૫) સંસ્થાન, (૬) વેશ્યા, (૭) દષ્ટિ, (૮) જ્ઞાનાજ્ઞાન, (૯) યોગ, (૧૦) ઉપયોગ, (૧૧) સંજ્ઞા, (૧૨) કષાય, (૧૩) ઇન્દ્રિય, (૧૪) સમુદ્દઘાત, (૧૫) વેદના, (૧૬) વેદ, (૧૭) આયુષ્ય, (૧૮) અધ્યવસાય, (૧૯) અનુબંધ અને (૨૦) કાયસંવેધ. ૨૪ દંડકના જીવ પદના પ્રત્યેક જીવપદમાં આ ઉપપાત વગેરે ૨૦ ધારોનું કથન છે. તેથી ચોવીસમા શતકના ચોવીસ ઉદ્દેશક થાય છે. વિવેચન : -
આ શતકના ર૪ ઉદ્દેશકો છે, તેમાં ક્રમશઃ ૨૪ દંડકમાં ઉત્પન્ન થનારા જીવોની ઋદ્ધિને દર્શાવતા ૨૦ દ્વારોનો પ્રસ્તુત ગાથા સૂત્રમાં નામોલ્લેખ છે. પૂર્વના ૨૩ શતકોમાં પ્રથમ સૂત્રગત ગાથા દ્વારા ઉદ્દેશકોનાં નામો સૂચિત કરવામાં આવ્યા છે. જ્યારે આ શતકમાં પ્રથમ સૂત્રગત આ ગાથા દ્વારા ૨૪ ઉદ્દેશકોમાં વર્ણિત વિષય સૂચિત કરવામાં આવ્યો છે. આ શતકમાં નરકાદિ એક-એક દંડક આધારિત એક-એક ઉદ્દેશક છે. દંડક ચોવીસ હોવાથી આ શતકના ઉદ્દેશકો પણ ૨૪ છે.
જેનાગમોમાં અપેક્ષા ભેદે જીવોના વિવિધ પ્રકારે ભેદ કરવામાં આવ્યા છે. ઉત્પત્તિ સ્થાનની અપેક્ષાએ જીવોના ૨૪ ભેદ થાય છે. આગમ સાહિત્યમાં તેને ૨૪ દંડક કહેવામાં આવે છે, તે આ પ્રમાણે છે– (૧) સાત નરકનો એક દંડક, (૨ થી ૧૧) દશ ભવનપતિના દશ દંડક, (૧૨ થી ૧૬) પાંચ સ્થાવરનાં પાંચ દંડક, (૧૭ થી ૧૯) ત્રણ વિકસેન્દ્રિયના ત્રણ દંડક, (૨૦) સંજ્ઞી અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયનો એક દંડક, (૨૧) મનુષ્ય(કર્મભૂમિ, અકર્મભૂમિ અને સંમૂર્છાિમ મનુષ્ય)નો એક દંડક, (૨૨) વાણવ્યંતર દેવનો એક દંડક, (૨૩) જ્યોતિષી દેવનો એક દંડક, (૨૪) વૈમાનિક દેવનો એક દંડક. વીસ દારોનું સ્પષ્ટીકરણ - નરકાદિ ૨૪ દંડકોમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તેઓને વર્તમાન ભવમાં પ્રાપ્ત સંઘયણ, સંસ્થાન, વેશ્યા, જ્ઞાન વગેરે બોલ જીવની ઋદ્ધિ(લબ્ધિ) કહેવાય છે. સૂત્રકારે તે ઋદ્ધિનું